સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક ચોંકાવનારી ઘટના સામે આવતી રહેતી હોય છે. હાલમાં એક એવી ઘટના સામે આવી રહી છે કે, જેને જાણીને તમને ખુબ આશ્વર્ય લાગશે. માતા પોતાના સંતાન માટે પોતે મરી જાય પરંતુ સંતાનોને કંઇ જ ન થવા દે, આવું તમે સાંભળ્યું હશે પરંતુ માતા જ તેના સંતાનોનો ભોગ લે તેવું ક્યારેય સાભળ્યું છે? હાલમાં આવી જ એક ઘટના સામે આવી રહી છે. અમેરિકામાં એક મહિલા પર તેના જ બાળકને મારી નાંખવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
ડ્રગ્સનું સેવન પડ્યુ ભારે :
અમેરિકામાં એક મહિલા પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે, તેણે ડ્રગ્સનું સેવન કર્યુ હતું. ત્યારબાદ તેના 3 માસનાં બાળકને દૂધ પીવડાવ્યું હતું. જેને કારણે આ બાળકનું મોત નીપજ્યું હતુ. 31 વર્ષીય ઑટમના શરીરમાં ખુબ મોટા પ્રમાણમાં મિથેમફેટામિન મળી આવ્યું હતું. આ ડ્રગને સામાન્ય રીતે મેથ કહેવામાં આવે છે તેમજ આ એડિક્ટિવ હોય છે.
અમેરિકાના ન્યૂ ઓરલિએન્સમાં રહેનારી ઑટમના ઘરે મેડિકલ ટીમ પહોંચી હતી ત્યારે તેને જાણ થઈ કે, ઑટમનું બાળક કોઇ પ્રતિક્રિયા આપી રહ્યું નથી. તપાસ કરતા જાણ થઈ છે કે, બાળકનું મોત થઇ ચુક્યું છે. 11 ડિસેમ્બરનાં રોજ રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે, ઑટમે ડ્રગ્સ લીધુ હતુ. ત્યારબાદ તેણે ગાંજાનું સેવન પણ કર્યુ હતુ.
આ રિપોર્ટ સામે આવ્યા પછી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ઑટમે પૂછપરછમાં કબૂલ કર્યું હતુ કે, તેણે મેથ તથા ગાંજાનું સેવન કર્યુ હતુ. તેના બાળકને દૂધ પીવડાવ્યુ હતુ. ઑટમના ઘરેથી ડ્રગ્સ પણ મળી આવ્યા હતા. આમ, એક બાળકને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.