MP Crime News: મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના ચંબલ (Chambal)માં ફરી એકવાર જમીન વિવાદે હિંસક રૂપ ધારણ કર્યું છે. મોરેના (Morena) જિલ્લામાં જમીનને લઈને બે પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઘટનામાં 6 લોકોના મોતની માહિતી સામે આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જમીનને લઈને જૂની અદાવત ચાલી રહી હતી, જેણે આજે મોટું હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ ફાયરીંગ (Firing)માં કુલ 6 લોકોના મોત (6 people died) થયા છે.
मप्र के मुरैना में फायरिंग, 4 लोगों की मौत, देखिए फायरिंग का #LIVEVIDEO @drnarottammisra @INCMP @ChouhanShivraj @SPMorena_ @DGP_MP #morena pic.twitter.com/pbQmUFGUno
— Akhilesh jaiswal (@akhileshjais29) May 5, 2023
મોરેનાના લેપા ગામનો બનાવ:
વાસ્તવમાં આ આખો મામલો મોરેના જિલ્લાના લેપા ગામનો હોવાનું કહેવાય છે. જ્યાં લાંબા સમયથી બંને પક્ષો વચ્ચે જમીન બાબતે વિવાદ ચાલતો હતો. જ્યાં આજે એક પક્ષે બીજી તરફ હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક જ પરિવારના પિતા-પુત્ર સહિત છના મોત થયા હતા. જેમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 3 મહિલાઓના પણ હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયા હતા. ઘટનાની માહિતી મળતા જ ભારે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. તે જ સમયે, આ કેસનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
2014માં પણ વિવાદ થયો હતો:
સ્થાનિક લોકોએ જણાવ્યું કે બંને પરિવારો વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. વર્ષ 2014માં પણ આ પરિવારોમાં જમીનના વિવાદને લઈને હત્યાની ઘટના બની હતી. જે બાદ આ મામલો વધુ ગરમાયો હતો. બીજી તરફ આજે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતા ભારે ગોળીબાર થયો હતો. આ સમગ્ર મામલો રણજીત તોમર અને રાધે તોમરના પરિવાર વચ્ચેનો છે. આજે જ્યારે બંને પક્ષો સામસામે આવી ગયા ત્યારે પહેલા ઉગ્ર લાઠીચાર્જ થયો, પછી બંદૂકોથી ગોળીબાર થયો. ઘટના બાદ ગામમાં તણાવનો માહોલ છે.
જણાવવામાં આવી રહ્યું છે કે 2014ની ઘટના બાદ રાધે પક્ષનો પરિવાર ગામ છોડી ગયો હતો. પરંતુ થોડા દિવસ પહેલા પરિવારના સભ્યો ગામમાં પરત આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ પરિવાર જૂના વિવાદનો બદલો લેવા આવ્યો હતો. આવી સ્થિતિમાં આજે રાધે પક્ષના પરિવારજનોએ રણજીતના પરિવાર પર હુમલો કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.