ધોનીની દરિયાદીલી આવી સામે, વિમાનમાં મુસાફરી દરમિયાન કર્યુ એવુ કામ ચારેકોર ચર્ચા
15 ઓગસ્ટનાં રોજ સાંજનાં સમયે 7:29 વાગ્યાંથી MS ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રીક્રેટમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી હતી. આ દિવસ સૌ લોકોની માટે ખુબ જ યાદગાર રહી ગયો છે. ત્યારે હાલમાં એને લઈને જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.
MS ધોનીની દરિયાદીલીની ઘટનાઓ ઘણીવાર સામે આવતી હોય છે. ક્રિકેટનો આ દિગ્ગજ ખેલાડી એમ જ મોટા દિલનો ખેલાડી કહેવાતો નથી. ધોની મેદાન પર હોય કે પછી મેદાનની બહાર હોય. જ્યારે પણ એ સાધારણ લોકોની વચ્ચે હોય ત્યારે એવુ જ કંઇક કરે છે કે જે દર વખતે એનાં ચાહકોનું દિલ પણ જીતી લેતો હોય છે.
શુક્રવારનાં રોજ IPLરમવાં જવાં માટે UAE માટે રવાના થયેલ ધોનીએ ફરી એકવખત પોતાની ટીમનાં સપોર્ટ સ્ટાફનાં સભ્યની માટે કંઈક આવું કર્યું હતું કે જેણે ધોનીનાં ચાહકોનું દિલ જીતી લીધું હતું.
When a man who’s seen it all, done it all in Cricket tells you, “Your legs are too long, sit in my seat (Business Class), I’ll sit in Economy.” The skipper never fails to amaze me. @msdhoni pic.twitter.com/bE3W99I4P6
— george (@georgejohn1973) August 21, 2020
‘કેપ્ટન કૂલ’ તરીકે જાણીતાં થયેલ MS ધોની ચેન્નાઈ સુપરકિંગ્સ ટીમની સાથે UAE જવાં માટે રવાના થયો હતો. આ દરમિયાન ટીમ મેનેજમેન્ટ દ્વારા ધોનીને બિઝનેસ ક્લાસની ટિકિટ પણ આપવામાં આવી હતી પણ એની મુસાફરી દરમિયાન, જ્યારેતેણે જોયું હતું, કે ઇકોનોમી ક્લાસની ટિકિટ મેળવનાર એનાં જ સ્પોર્ટિંગ સ્ટાફનાં સભ્ય એમની સીટ પર ઘણી મુશ્કેલીમાં મુકાયેલાં છે, ત્યારે ધોનીએ તરત જ કોઈપણ જાતનો ખચકાટ કર્યા વગર જ પોતાની સીટ બદલી નાખી હતી.
ધોનીએ તે મુસાફરને જણાવતાં કહ્યું હતું, કે આપના પગ ખુબ લાંબા છે. આપ મારી સીટ પર બેસી જાઓ હું આપની સીટ પર બેસી જાઉ છુ. જ્યોર્જ જ્હોન નામનાં વ્યક્તિએ એની ફ્લાઇટ પ્રવાસનો એક વીડિયો પણ શેર કર્યો છે. આ કેપ્શનમાં જ એણે આ ઘટનાનું વર્ણન પણ કર્યું છે.
આ વીડિયોને સોશિયલ મીડિયા શેર કરતી વખતે જ્યોર્જે આ પોસ્ટનાં કેપ્શનમાં ધોનીને ટેગ કરીને લખતાં જણાવ્યું છે, કે જ્યારે ક્રિકેટમાં તમામ વસ્તુને જોઈ ચૂકેલી તેમજ તમામ હાંસલ કરનાર વ્યક્તિ આપને કહે છે, કે આપના પગ ખુબ લાંબા છે તો આપ મારી સીટ પર આવીને બેસી જાઓ, હું સામાન્ય માણસની જેમ મુસાફરી કરી લઈશ.
આ કેટલી મોટી વાત છે, કે જ્યારે કોઇ સફળતા પામેલ વ્યક્તિ અન્ય વ્યક્તિની મદદ કરવાં માટે આવો વિચાર કરે.આપને જણાવી દઈએ, કે આ વખતે IPL કોરોના મહામારીને લીધે UAEમાં જ શિફ્ટ કરવામાં આવી છે. T 20 લીગની આ ટૂર્નામેન્ટની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે તેમજ અહીં 8 નવેમ્બર સુધી સુરક્ષિત રીતે રમવામાં પણ આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews