અમેરિકામાં રહેતા મેઘરજના દંપતીની હત્યા કરાતા મેઘરજમાં હોબાળો મચી ગયો છે. મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલ દંપતીની 7 ફેબ્રુઆરીએ અંગત અદાવતમાં ગોળી મારી હત્યા કરવામાં આવ્યાની શંકા છે. મૃતકોની અંતિમવિધિ પણ અમેરિકામા જ કરવામાં આવી હતી. મૃતકનો પરિવાર પણ વર્ષોથી અમદાવાદમાં રહેતો હતો. આ સામચાર મળતા તેઓમાં માતમ છવાઈ ગયો હતો.
છેલ્લા 14 વર્ષથી અમેરિકામાં રહેતા મેઘરજના રજનીકાન્ત વલ્લ્વદાસ શેઠ અને તેમના પત્ની નિરીક્ષાબેનનું આકસ્મિક મોત થયું હતું. મોટેલ ઉદ્યોગ સાથે સાથે સંકળાયેલા વેપારી અને તેમના પત્નીનું 7 ફેબ્રુઆરીના રોજ મોત થયું હતું. દંપતીના મોત અંગે મળતી માહિતી મુજબ બંનેને ગોળીઓ મારી હત્યા કરવામાં આવી હતી. અંગત અદાવતમાં અમેરિકા ખાતે તેમના ઘરે જ આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારમાં એક પુત્ર અને પુત્રી ધરાવતા દંપતીએ છેલ્લા 14 વર્ષથી અમેરિકામાં મોટેલ વ્યવસાય શરૂ કર્યો હતો.
મૃતક રજનીકાન્ત શેઠના અમદાવાદમાં રહેતા ભાઈ અરવિંદભાઈ શેઠનો સંપર્ક કરતાં તેઓએ દંપતીના મૃત્યુ થયા હોવાનું જણાવ્યું હતું. બંનેની અંતિમવિધિ પણ અમેરિકામાં જ કરવામાં આવી હોવાનું કહ્યું હતું. જો કે દંપતીનું મોત હાલ આકસ્મિક રીતે થયાનું જાણવા મળેલ છે હત્યા થયાની કોઈ પૃષ્ટી થઈ ન હોવાનું જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.