મુંબઈ(Mumbai)થી શ્રધ્ધા હત્યાકાંડ(Shraddha massacre) જેવી જ એક હ્રદયદ્રાવક ઘટના સામે આવ્યા છે. સૌથી પહેલા દીકરીએ તેની માતાની હત્યા કરી. હત્યા કર્યા બાદ તેણે તેની માતાની લાશના ટુકડા કરી નાખ્યા. આ પછી તેણે મૃતદેહના કેટલાક ટુકડા પોતાના ઘરના પાણીની ટાંકીમાં સંતાડી દીધા હતા. જ્યારે બાકીના ટુકડા પેક કરીને ઘરના કબાટમાં સંતાડીને મૂકી દીધા હતા. તે છોકરી લગભગ ત્રણ મહિના સુધી તેની માતાના મૃતદેહના ટુકડા સાથે એક જ ઘરમાં રહેતી હતી. પરંતુ આ અંગે કોઈને સુરાગ પણ મળ્યો ન હતો.
હત્યા વિશે ઘણા પ્રશ્નો
પહેલીવાર આ સમાચાર સાંભળીને દરેકના મનમાં દિલ્હીના ભયાનક શ્રદ્ધા હત્યા કેસની યાદ આવી ગઈ. તો શું આ કેસ પણ કંઈક એવો જ હતો? આખરે લાશ કોની હતી? મરનાર વ્યક્તિનો જીવ કોણે લીધો? મૃતદેહના ટુકડા કોણે કર્યા? લાશ કેવી રીતે છુપાવવામાં આવી? અને પોલીસને આ લાશ કેવી રીતે મળી? સ્વાભાવિક રીતે, આ એક ચોંકાવનારા મર્ડર મિસ્ટ્રીની માત્ર શરૂઆત હતી અને શરૂઆતમાં જ આ હત્યા અંગે અનેક સવાલો ઉઠ્યા હતા.
પહેલા ફ્રીજ, પછી બોક્સ અને હવે કબાટ… મંગળવારે, અલગ-અલગ જગ્યાએ છુપાવવામાં આવતા મૃતદેહોની કહાનીમાં વધુ એક ઘટનાનો સમાવેશ થયો છે, જ્યારે પોલીસને મુંબઈના એક રહેણાંક વિસ્તારમાં એક કબાટમાં પેક કરેલી લાશ મળી, તે પણ ટુકડાઓમાં હતી. લાશના ટુકડા પ્લાસ્ટિકના પેકેટમાં પેક કરવામાં આવ્યા હતા. મંગળવારે રાત્રે જ્યારે લાલબાગના એક ઘરમાંથી ટુકડાઓમાં મૃતદેહ બહાર આવ્યાના સમાચાર સામે આવ્યા ત્યારે આસપાસના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. તેમને સમજાતું નહોતું કે આખરે આ બધું કેવી રીતે થયું?
ચોંકાવનારો કિસ્સો
રહેણાંક વિસ્તારમાં ભરચક વસ્તી વચ્ચે દીકરીએ પહેલા માતાની હત્યા કરી અને ત્યાર બાદ મૃતદેહના નાના-ના ટુકડા કરી દીધા અને ઘરમાં કબાટમાં જ છુપાવી દીધા. આસપાસ રેહતા લોકોને દુર્ગંધ આવતા લોકોને પોલીસનો સહારો લેવો પડે છે. સમગ્ર ઘટના વિષે જાણીને તમે આશ્ચર્યચકિત થઇ જશો.
ભાઈએ નોંધાવી હતી બહેન ગુમ થયાની ફરિયાદ
હકીકતમાં, મંગળવારે રાત્રે મુંબઈના કાલાચોકી પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ તેની ગુમ થયેલ બહેનને શોધવા માટે ફરિયાદ આપી હતી. ફરિયાદ કરનાર વ્યક્તિએ જણાવ્યું કે, તે છેલ્લા ત્રણ મહિનાથી તેની 55 વર્ષની બહેન વીણા જૈન સાથે એક વખત પણ વાત કરી શક્યો ન હતો, જ્યારે અગાઉ તે તેની બહેનના સતત સંપર્કમાં હતો. તેની સાથે વાતો પણ કરતો હતો.
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, વીણા તેની 23 વર્ષની પુત્રી રિમ્પલ સાથે કાલાચોકી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરુ કમ્પાઉન્ડના ઈબ્રાહિમ કાસમ બિલ્ડિંગમાં રહે છે. પરંતુ ન તો તેણી ફોન પર મળી રહી છે અને ન તો અમે ઘરે ગયા પછી તેની સાથે વાત કરી શકીએ છીએ. તેના બદલે, જ્યારે પણ પરિવારના સભ્યો વીણાને મળવા જાય છે, ત્યારે તેની સાથે રહેતી તેની પુત્રી રિમ્પલ અલગ-અલગ કારણો દર્શાવીને તેમને દૂર કરી દે છે. ક્યારેક એવું કહેવામાં આવે છે કે, તે ઘરની બહાર છે, તો ક્યારેક કહેવામાં આવે છે કે, તે સૂઈ રહી છે અને આ પ્રક્રિયા લગભગ ત્રણ મહિનાથી ચાલી રહી છે.
મહિલાના ઘરે પહોંચી પોલીસ
ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેનો પુત્ર મંગળવારે પણ તેને મળવાના ઇરાદે તેની માસીના ઘરે પહોંચ્યો હતો, પરંતુ દર વખતની જેમ આ વખતે પણ તેની પુત્રીએ તેના પુત્રને દરવાજેથી પરત મોકલી દીધો હતો અને કહ્યું હતું કે, તેની કાકી હજુ ઘરે નથી. કારણ કે આ ફરિયાદ પોતે જ તદ્દન મૂંઝવણભરી હતી. કાલાચોકી પોલીસે તરત જ મહિલાની શોધમાં નીકળવાનું નક્કી કર્યું. પોલીસની એક ટીમ વીણા જૈનની શોધમાં રાત્રે તેના ઘરે પહોંચી હતી, પરંતુ દરવાજો ખટખટાવતા જ વીણાની પુત્રી રિમ્પલે તેમને દરવાજે અટકાવ્યા અને તેની માતા આરામ કરતી હોવાનું કહ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.