સુરત(Surat): શહેરના પાસોદરા(Pasodra)માં જાહેરમાં કરવામાં આવેલ ગ્રીષ્મા વેકરીયાના હત્યા કેસ(Grishma murder case)માં આરોપી ફેનીલ ગોયાણી(Fenil Goyani) સામે ન્યાયિક કાર્યવાહીમાં દરમિયાન બે FSL અધિકારીઓની જુબાની લેવામાં આવી હતી. જોકે, કોર્ટનો સમય પૂરો થતાં આજે દલીલો હાથ ધરવામાં આવશે. અત્યાર સુધીની જુબાનીમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રીષ્માની હત્યાના ઓડિયોમાં ફેનિલ અને તેના મિત્ર આકાશનો અવાજ હતો અને હત્યાનો વીડિયો ઓરિજિનલ હતો અને તેની સાથે છેડછાડ કરવામાં આવી ન હતી.
કોર્ટમાં વધુ એક વીડિયો રજૂ કરવામાં આવ્યો:
ગઈ કાલે ટ્રાયલ દરમિયાન હત્યાનો વધુ એક વીડિયો રજૂ કરવામાં આવ્યો હતો. જે વિડીયોમાં ગ્રીષ્મા બચવાની કોશિશ કરી રહી હતી. લોકો પણ છોડી દેવાનું કહેતા હતા. પરંતુ ફેનિલે ગળા પર બે વાર ચપ્પુ ફેરવ્યા બાદ ત્રીજા ઘાએ ગ્રીષ્માને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
જાણો શું હતી સમગ્ર ઘટના:
ગ્રીષ્મા વેકરિયાના પ્રેમમાં પાગલ ફેનીલ ગોયાણીની 12 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજના પાસોદરામાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે હાથમાં નસ કાપીને ઝેરી દવા પી લેવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યાના આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી મુક્ત કર્યા બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લીધો હતો. રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડવામાં આવ્યો હતો. ફેનિલ હાલ લાજપોર જેલમાં બંધ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.