સુરતમાં TRB જવાનના પીએમ રિપોર્ટમાં સામે આવ્યું ચોકાવનારું કારણ, પિતાએ જ પુત્રની કરી હત્યા

સુરત(ગુજરાત): ત્રણ દિવસ પહેલા સુરતના વેડરોડ લક્ષ્મીનગર(Vedroad Laxminagar of Surat)માં કુદરતી રીતે મોત ને ભેટેલા પૂર્વ TRB જવાન(East TRB jawan)ની ગળું દબાવી હત્યા કરી હોવાનું પોસ્ટ મોર્ટમ(Post mortem) રિપોર્ટમાં ખુલાસો થયો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ વાત જાણીને પોલીસ(Police) પણ ચોંકી ગઈ છે. એટલું જ નહીં, પરંતુ સમગ્ર તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, પુત્રની હત્યા પિતાએ જ કરી(The father killed the son) હતી. તેને કારણે પોલીસે પિતાની અટકાયત કરીને આગળની તપાસ શરુ કરી છે.

જાણવા મળ્યું છે કે, ગત.તા. 9મીના રોજ બપોરે અઢી વાગ્યે વેડરોડ મરાઠી સ્કુલની સામે લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા સાગર કારભારી માળીની ઘરમાંથી લાશ મળી આવી હતી. તે દરમિયાન મૃતક સાગરના પિતા કારભારીએ પોલીસને પુત્રનું કુદરતી રીતે મોત થયું હોવાનું જણાવીને તેને ગેરમાર્ગે દોર્યા હતા. પરંતુ સાગરના પોસ્ટ મોર્ટમ બાદ પીએમ રિપોર્ટમાં સાગરનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનુ જાણવા મળ્યું હતું.

જેને કારણે પોલીસે ફરીથી કારભારી માળીની પૂછપરછ હાથ ધરી હતી. તેમાં તેમને જણાવ્યું હતું કે, તેઓએ સાગરે સાડી વડે ફાંસો ખવડાવીને હત્યા કરી નાખી હોવાની કબુલાત કરી હતી. પીએમ કરનાર ડોકટરે દોરીથી ફાંસો આપ્યો હોવાની વાત જણાવીને કારભારે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન પોલીસની કડક પૂછપરછમાં કારભારી હારી ગયો હતો. એટલું ન નહીં, પોતે જ હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી દીધી હતી. જાણવા મળ્યું છે કે, મૃતક સાગરના તેની પત્ની સાથે છુટાછેડા થઈ ગયા છે અને ઘટનાની આગલી રાતે તેની પત્ની ઘરે આવી હતી. એટલું જ નહીં, સવારે સાગર તેને રેલવે સ્ટેશનને મુકવા માટે પણ ગયો હતો.

ત્યારબાદ બપોરે પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થતા કારભારી રોષે ભરાયા હતા. ગુસ્સામાં તેમને પુત્રના ગળે ટુંપો આપીને હત્યા કરવામાં આવી હતી. પિતા-પુત્ર વચ્ચે અવાર નવાર ઝઘડાઓ પણ થતા હતા. પોલીસે ઘટના અંગે સમાધાન કારભારી માળીની ફરિયાદ લઈ તેના પિતા કારભારી બાબુલાલ માળી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *