શિક્ષક અને શિક્ષણ બંને ને શરમજનક કરી દે તેવી ઘટના અસમ માંથી સામે આવી છે.આસામમાં સોશ્યલ મીડિયા પર એક તસવીરને લઈને ભારે હંગામો થયો છે. એક છોકરી સાથે મુસ્લિમ શિક્ષકના અપમાનજનક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.શાળાઓ કોઈ મંદિરથી ઓછી નથી. અને શિક્ષક ભગવાન કરતા મોટો માનવામાં આવે છે.
શિક્ષક લખંડી જિલ્લાના કટલીશેરા વિસ્તારમાં રહેતા ફૈજુદ્દીન લશ્કર તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ ફોટોનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. ઘણા લોકો આ વ્યક્તિ સામે કડક પગલા ભરવાની માંગ કરી રહ્યા છે. તે જ સમયે, એક એનજીઓએ આ મામલે ફરિયાદ નોંધાવી છે.એનજીઓ ઉત્સાહથી આ મામલે શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે.
સંગઠને આ મામલે રાજ્યના બાળ અધિકારના રક્ષણ માટેના આયોગમાં ફરિયાદ નોંધાવી છે. એનજીઓએ તેની ફેસબુક પોસ્ટ દ્વારા માહિતી આપી છે. સંસ્થાની માંગ છે કે પોસ્કો એક્ટ હેઠળ વ્યક્તિની ઓળખ કરવામાં આવે અને તેને સખત સજા કરવામાં આવે. આ સિવાય સંગઠને નજીર મોહમ્મદ નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે.
સંગઠનનો દાવો છે કે,નઝીરએ સોશ્યલ મીડિયા પર ફોટો શેર કરીને છોકરીના ગૌરવને ઠેસ પહોંચાડી છે, જે એક બેજવાબદાર વલણ છે. સંગઠન મુજબ, નઝિરે ચિત્ર શેર કરીને પોસ્કો એક્ટની કલમ 23 અને જેજે એક્ટ 2015 ની કલમ 74 નું ઉલ્લંઘન કર્યું છે.
સમાચારો અનુસાર, યુવતીના માતા-પિતાએ આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે પરંતુ તે વ્યક્તિની પૂછપરછ કરી તેને છોડી દેવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે,આરોપી વ્યક્તિએ ભૂતકાળમાં પણ આવી કૃત્ય આચર્યું હતું અને આ કારણે તેને ટોળાએ માર માર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.