હવસની આગમાં જીજાએ સાળીને આપ્યું દર્દનાક મોત- મન ન ભરાયું તો મૃતદેહ સાથે પણ ઉતારી હવસ

મુઝફ્ફરપુર જિલ્લામાં એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ ક્રૂરતાની તમામ હદ વટાવી દીધી છે. બદલાની આગમાં સળગી રહેલા આરોપીએ પહેલા સાળી પર દુષ્કર્મ ગુજાર્યો અને પછી તેની હત્યા કરી નાખી. આનાથી પણ મન ન ભર્યું તો આરોપીએ મહિલાની લાશ પર પણ દુષ્કર્મ આચર્યું હતું. બળાત્કાર અને હત્યાનો આ મામલો સામે આવ્યા બાદ બધાને નવાઈ લાગી કે કોઈ વ્યક્તિ આવું કૃત્ય કેવી રીતે કરી શકે? માનવતાને કલંકિત કરનાર આરોપીની સ્થાનિક પોલીસે ધરપકડ કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘૃણાસ્પદ દુષ્કર્મ, હત્યા અને ફરી દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યા પછી, આરોપીએ લોકો અને પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો. આરોપીએ આખા ઘરમાં સામાન વેરવિખેર કરી નાખ્યો હતો, જેથી લોકોને તેમજ પોલીસને પણ લાગ્યું કે આ લૂંટ અને હત્યાનો મામલો છે. લૂંટને વાસ્તવિક બનાવવા માટે આરોપીએ પીડિતાના ઘરેથી કેટલાક ઘરેણાં પણ ચોરી લીધા હતા. આમ છતાં દુષ્કર્મ અને હત્યાના આરોપીએ પોલીસની પકડમાંથી છટકી શક્યો નહિ. સ્થાનિક પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સાથે જ આરોપી વ્યક્તિએ પોતાનો ગુનો પણ સ્વીકારી લીધો છે. આરોપીની ઓળખ મૃતકના સાળા તરીકે થઈ છે.

બદલો લેવા માટે આ ઘટનાને આપ્યો હતો અંજામ
કહેવાય છે કે મૃતકે ભરી પંચાયતમાં તેના સાળાને થપ્પડ મારી હતી. મળતી માહિતી મુજબ, આરોપીનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. મિયાં-બીવીની આ વાત પંચાયત સુધી પહોંચી હતી. મૃતકે પોતાના જીજાને પંચાયતમાં કોઈ વાતને લઇને થપ્પડ મારી દીધી હતી. ત્યારથી આરોપી બદલાની આગમાં સળગી રહ્યો હતો. બદલાની આગમાં અંધ બનેલા આરોપીએ પહેલા તેની જ સાળી પર દુષ્કર્મ આચર્યું, પછી તેની હત્યા કરી. આનાથી પણ તેનું મન ન ભરાયું એટલે તેણે મૃતદેહ સાથે પણ દુષ્કર્મ આચર્યું.

એકલતાનો લાભ લઇ ઘટનાને અંજામ આપ્યો
આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો ત્યારે તે સમયે ઘરમાં કોઈ નહોતું. મૃતકના પરિવારજનો તેની ભાભીની ડિલિવરી સંદર્ભે હોસ્પિટલમાં ગયા હતા. કહેવાય છે કે આરોપી રાત્રે લગભગ સાડા નવ વાગે સાસરે પહોંચ્યો હતો. તે સમયે સાળી ઘરમાં એકલી હતી. આ પછી, આરોપીએ તેની સાળી સાથે દુષ્કર્મ આચર્યું અને તેણીના માથામાં લોખંડની જાળી વડે માર માર્યો હતો. અને ત્યાને ત્યાં જ સાળીનું મોત થયું હતું. આરોપીએ મૃતદેહ પર પણ દુષ્કર્મ આચર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *