માતાએ ત્રણ વર્ષની પુત્રીને ઉંદર મારવાની દવા પીવડાવી આપ્યું કરુણ મોત- કારણ જાણીને પગતળે જમીન સરકી જશે

ગુજરાત(Gujarat): વલસાડ(Valsad)ના વાપી(Vapi)માં લવાછા(Lavachha) ગામે બાપુનગરમાં રહેતી 32 વર્ષની જનેતાએ તેમની સૌથી નાની ત્રણ વર્ષની પુત્રીને ઉંદર મારવાની ઝેરી દવા પીવડાવી પોતે પણ ગળાફાંસો ખાઇ લીધો હતો. જોકે, મોટી પુત્રીએ માતાએ ફાંસો ખાવાનું જોઇ જતા તેનો આબાદ બચાવ કરવામાં આચ્યો હતો જ્યારે ત્રણ વર્ષની માસુમ બાળકીનું કરુણ મોત થયું હતું. ડુંગરા પોલીસ દ્વારા માતા સામે જ પુત્રીની હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આવેશ અને આક્રોશમાં આવી ગયેલી માતાએ આ પગલું ભર્યુ હોવાનું પતિ દ્વારા જણાવવામાં આવ્યું છે. માતાને હાલ સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે.

વાપી સેલવાસ મુખ્ય માર્ગ પર લવાછાના હરિયાણી હોટલની પાછળના બાજુ આવેલા બાપુ નગરમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા રાજીવકુમાર શીવધારી પાલને 32 વર્ષના પત્ની માયા અને ત્રણ સંતાન છે. રવિવારના રોજ બપોરે રાજીવકુમાર પાલ જમીને ઘરની બાજુના રૂમમાં આરામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની પત્ની માયા સૌથી નાની પુત્રી ક્રિશાને લઇને બાજુની રૂમમાં કપડા સુકવવાની દોરી સાથે ગઇ હતી તેવું મોટી પુત્રી લક્ષ્મીએ જણાવતા કહ્યું હતું. પિતા રાજીવ અને મોટી પુત્રી લક્ષ્મીએ તાત્કાલિક રૂમનો દરવાજો ખોલવાની કોશિશ કરી હતી.

જોકે, દરવાજો ન ખુલતા જબરદસ્તીથી દરવાજો ખોલતા માયા ફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી અને તરત જ પતિ રાજીવકુમારે પત્નીને પગ પકડી ઊંચી કરી લીધી હતી અને મોટી પુત્રીએ ચપ્પુથી દોરી કાપી નાંખીને નીચે ઉતારી દેવામાં આવી હતી. ફાંસો ખાધેલી હાલતમાં માંડ બચેલી પત્ની માયાએ જણાવતા કહ્યું હતું કે, પુત્રી ક્રિશાને ઉંદર મારવાની દવા પીવડાવેલી છે જેથી તમે લોકો તેને બચાવી લો.

માતા અને પુત્રીને તાત્કાલિક સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યા ફરજ ઉપર રહેલા ડોકટર દ્વારા ત્રણ વર્ષની માસુમ પુત્રી ક્રિશાને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે માયાને આઇસીયુ વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. માયાના જણાવ્યા અનુસાર ગુસ્સો આવી જતા ભાનભૂલીને તેણે પુત્રીને ઉંદર મારવાની ઝેરી દવા પીવડાવી દીધી હતી. આ બનાવ અંગે વાપી ડુંગરા પોલીસ દ્વારા માતા માયાબેન રાજીવકુમાર પાલ સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *