ગઈકાલે મોડી રાત્રે પૂર્વ નાણામંત્રી અને સિનિયર કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમ cbi એ ધરપકડ કરી ત્યારથી દેશભરમાં સન્નાટો છવાઈ ગયો છે. સોશિયલ મીડિયામાં આ ધરપકડ અને અલગ અલગ રીતે જોવામાં આવી રહી છે, કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે, ભાજપ બદલાની રાજનીતિ કરી રહી છે. જ્યારે ભાજપ સમર્થકો આ ધરપકડને અમિત શાહ ની ભૂતકાળમાં થયેલી ધરપકડ સાથે જોડીને સમય બળવાન છે તેવી વાત કરી રહ્યા છે.
પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ ના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પોતાના પિતાની ધરપકડ બાદ ભાજપ સરકાર પર આરોપ લગાવ્યા છે. કાર્તિ એ આરોપ લગાવતા કહ્યું કે સરકારે તેના પિતાને નહીં, પરંતુ કોંગ્રેસ પાર્ટી સાથે બદલો લીધો છે અને હવે તેઓ દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરશે.
તેણે જણાવ્યું કે જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન મારા પિતાની ધરપકડ નહીં, પરંતુ આર્ટીકલ 370 રદ થવાની વિરુદ્ધ હશે અમારે પાર્ટી સહયોગી દળ અને ડીએમકે નેતાએ ચિદમ્બરમની ધરપકડ બાબતે સવાલ ઉઠાવ્યા છે. અને સાથે સાથે એમ પણ જણાવ્યું કે, એમકે સ્ટાલિન એ ગઈ કાલે આ વાતની નિંદા કરી હતી.
Karti Chidambaram in Delhi on P Chidambaram arrested by CBI: This is not merely targeting of my father but the targeting of Congress party. I will go to Jantar Mantar to protest. pic.twitter.com/IpDJbwOHk5
— ANI (@ANI) August 22, 2019
આ પહેલા તેમણે કહ્યું હતું કે, આઈ એન એક્સ મીડિયા મામલે બુધવારની રાત્રે સીબીઆઇએ તેના પિતા ને એટલા માટે દબોચી લીધા છે કારણકે, આર્ટીકલ 370 હટાવ્યા બાદ દેશભરમાં જે માહોલ ઊભો થયો છે એના પરથી લોકોનું ધ્યાન હટાવી શકાય. કાર્તિ ચિદમ્બરમ એ મીડિયાને કહ્યું કે, આર્ટીકલ 370 થી લોકોનું ધ્યાન હટાવવા આ કરવામાં આવ્યું છે.
કાર્તિ ચિદમ્બરમ જણાવ્યું કે આ તમામ ઘટનાઓ રાજનૈતિક પ્રેરિત છે. આ સ્પષ્ટ રૂપથી ભૂતકાળની ઘટનાઓ સાથે જોડાયેલું છે. જે 2008માં થઇ હતી તે ઘટના માટે 2017માં ફરિયાદ નોંધવામાં આવી અને ચાર વાર મારે ત્યાં છાપો મારવામાં આવ્યો. 20 વખત મને સમન્સ મોકલવામાં આવ્યું. દરેક સમન્સમાં મને દસ બાર કલાક સુધી હાજર રાખવામાં આવ્યો. હું ૧૧ દિવસ સુધી સીબીઆઇનો મહેમાન પણ બન્યો. મારી સાથે જેટલા પણ જોડાયેલા છે તે તમામને સમન્સ મોકલવામાં આવ્યું. અને કેટલાય સવાલ પૂછવામાં આવ્યા. પરંતુ હજી સુધી અમને આરોપપત્ર મળ્યું નથી. કોઈ કેસ નથી થયો, મારે આઇએનએક્સ મીડિયા સાથે કોઇ સંપર્ક પણ નથી.
શા માટે થઈ ધરપકડ?
CBI એ 15 may 2017 ના રોજ એક ફરિયાદ દાખલ કરી હતી. જેમાં આરોપ હતો કે આઇએનએક્સ મીડિયા અને ફાયદો કરાવવા માટે એક વિદેશી રોકાણ ને મંજૂરી આપવા વાળા વિભાગ ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ દ્વારા ઘણી ગરબડો કરવામાં આવી હતી અને તે સમયે દેશના નાણામંત્રી પી ચિદમ્બરમ હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.