મિત્રો તમે જાણો છો કે આજના સોશિયલ મીડિયાના જમાનામાં બધી જ વસ્તુ શક્ય છે કોની સાથે શું થાય તે કંઈ જ નક્કી નથી હોતું. ઘણા કિસ્સા સામે આવ્યા છે કે લોકો જોડે છેતરપિંડી પણ થઈ હોય છે. આવું જ એક કિસ્સો સામે આવ્યો છું જે કિસ્સો અમદાવાદમાં બન્યો હતો. અમદાવાદમાં રહેતો એક વ્યક્તિ અસારવા ધંધો કરે છે. તેણે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી જે સોશિયલ મીડિયાની હતી. આ એપ્લિકેશન મારફતે કવિતા નામની એક છોકરીનો મેસેજ આવ્યો હતો અને ત્યારબાદ બંને વચ્ચે વાત થઈ હતી.
આ યુવક અને કવિતા બે ચાર વાર મળ્યા પણ હતા અને ત્યારબાદ કવિતાએ સામેથી મેસેજ કરીને કહ્યું હતું કે મારા પતિ સુરત જવાના છે હું ઘરે એકલી છું એમ કહી તેને ઘરે બોલાવ્યો હતો અને લોકેશન પણ શેર કર્યું હતું.
આ યુવક બપોરના સમયે લોકેશન પ્રમાણે ચાંદખેડા માં આવેલા આ યુવતીની ઘરે પહોંચ્યો હતો. પહોંચ્યા બાદ બંને બેડરૂમમાં હતા અને બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયો હતો. એક યુવક ઘરમાં આવ્યો હતો એમ કહી તેને ખોટા કેસમાં ફસાવી દઈશું એવું નક્કી કર્યું હતું. ત્યારબાદ આવું ખોટું કહી પાંચ લાખ રૂપિયા ની માગણી કરી હતી.
ત્યારબાદ ૭૦ હજાર રૂપિયામાં સેટલમેન્ટ કર્યું હતું અને પછી પાછા ૨ લાખ રૂપિયા માંગતા યુવકે છુટકાળો મેળવવા માટે ૨ લાખ રૂપિયા પણ આપ્યા હતા અને પછી થોડા દિવસો પછી ફરી મેસેજ આવ્યો અને પૈસાની માંગણી કરતા યુવકે કવિતા અને તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.