ગુજરાત(Gujarat): અવારનવાર આકાશમાં રહસ્યમયી(Mysterious) ચીજવસ્તુઓ દેખાતી રહેતી હોય છે. દર વર્ષે એલિયન(Alien) જેવા આકારની દેખાતી વસ્તુઓ ગુજરાતમાં કુતુહલ જગાવતી હોય છે અને તો ક્યારેક સ્પેસશિપના કાટમાળ આવીને પડતા હોય છે. ત્યારે ગુરુવારે એટલે કે ગઈકાલે ફરી એકવાર ગુજરાતના અનેક શહેરોના આકાશમાં રહસ્યમયી આકારે લોકોને ચોંકાવી દિહ હતા. હિંમતનગર, મહીસાગર, પંચમહાલ જેવા જિલ્લામાં લોકોને આ રહસ્યમયી ચીજ આકાશમાં જોવા મળી હતી. આ આકાર કોઈ લાંબી લાકડી જેવો કે ટ્યુબલાઈટ જેવો હતો. જેથી તે સ્પેસ ટ્રેન(Space Train) હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
મહત્વનું છે કે, લોકોએ આ આકાશી દ્રશ્યનો વિડીયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો. જે બાદ આકાશમાં શું હતું તે અંગે લોકોમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક સર્જાયા હતા. રાજ્યના સુરેન્દ્રનગર, બોટાદ, આણંદ, મહીસાગર સહિત અનેક જિલ્લાઓમાં હારબંધ તારા જેવી કૃતિ પણ દેખાઈ હતી. જોકે, આ લાઈટ્સ શું છે તેનું રહસ્ય ખુલ્યું નથી અને કોઈ સ્પષ્ટ વિગતો પણ સામે આવી રહી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર, આણંદ, મહીસાગર, દાહોદ,બોટાદ, સાબરકાંઠા, હિંમતનગર, પંચમહાલમાં અનેક જગ્યાએ આકાશમાં રહસ્યમય લાઈટ દેખાતા અનેક પ્રકારના તર્ક-વિતર્ક સર્જાયા હતા. જેમાં એક સીધી લાઈન ટ્યુબ લાઇટની જેમ જઈ રહી હોય તે પ્રકારનું દ્રશ્ય દેખાયું હતું. જેના લીધે સમગ્ર જિલ્લામાં લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું.
મહત્વનું છે કે, આકાશમાં અનોખુ દૃશ્ય જ જોવા મળ્યું હતું. આકાશમાંથી પસાર થઈ નીચે ધરતી તરફ આવતું એક લાંબી લીટી જેવું દૃશ્ય જોવા મળ્યુ હતું તેવુ સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે. તો કેટલાક લોકોએ કહ્યું કે, લાંબી લીટી પ્રકાશ થતી હોય એવા દ્રશ્યો આકાશમાં જોવા મળતા કુતુહુલ સર્જાયું હતું. અલગ અલગ વિસ્તારના લોકોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયાના મારફતે ફરતા કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.