વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિમાં જેની ગણના થાય છે, તે છે આપણા ભારતની સંસ્કૃતિ પ્રાચીન સમયમાં ઘણાબધા ઋષીઓ થઇ ગયા, એ જીવન જીવવાની આદર્શ કળા અને સમસ્યાઓના સમાધાન બાબતે પણ રાહ ચીંધતા ગ્યા.ચાલો આજે જાણીએ એવાજ એક સિધ્ધ પુરુષ વિષે.
આજના જમાનામાં જો કોઈ વ્યક્તિ 100 વર્ષ કરતાં વધારે જીવે છે, તો તેને એક રેકોર્ડ ગણવામાં આવે છે.સામાન્ય રીતે એક વ્યક્તિનું જીવન કેટલું લાંબુ હોય છે? 50 વર્ષ? 70 વર્ષ? જો તે એકદમ તંદુરસ્ત હોય તો 100 વર્ષ કે તેથી ઉપર જીવે છે. એક યોગી એવા પણ છે, જેમની ઉંમર 700 વર્ષ કરતાં પણ વધારે માનવામાં આવે છે.
ભારતદેશમાં ઘણાબધા ઋષિમુનીઓ,યોગીઓ,સિદ્ધપુરુષ થઇ ગ્યા કે, જેમના નામ અમર થઈ ગ્યા. તેઓ ખુબ ચમત્કારિક હતા,લોકોને મદદ કરતા ભારતને ઋષિમુનીઓ નો દેશ પણ કેહવામાં આવે છે.આવાજ એક સંત હતા દેવરહા બાબા ખુબજ શાંત અને પ્રેમાળ પ્રકૃતિના હતા, અદભુત જ્ઞાનનો ભંડાર હતા. તેમનામાં અપાર ચમ્તારિક શક્તિઓ હતી. ફક્ત ભારતમાંથી જ નહી પરંતુ, દેશ વિદેશથી પણ ખુબ મોટી મોટી હસ્તીઓ તેમણે મળવા અને આશીર્વાદ લેવા માટે આવતી હતી.
લોકો કહે છે કે જ્યારે બાબા પાસે કોઈ ભક્ત પ્રસાદની માંગણી કરતા ત્યારે, બાબા માત્ર હવામાં હાથ ઉંચો કરતાની થોડી વાર માંજ તેમના હાથ માં મીઠાઈ ફળ કે કોઈપણ ખાદ્યપદાર્થ આપોઆપ આવી જતા હતા. બાબા વિષે એવીપણ માન્યતા છે કે, બાબાએ વર્ષો સુધી હિમાલય અને અન્ય જગ્યાઓમાં સુક્ષ્મરૂપ શરીરમાં તપસ્યાઓ કરેલી છે. જેથી એમની ઉંમરનો અંદાજો લગાવવો પણ ખુબ મુશ્કેલ છે.
અહી બાબા વિષે એવું પણ કેહવાય છે કે, આ બાબા પાણી ઉપર ચાલી પણ શકતા હતા, તેમણે પ્લ્વીની સિદ્ધિ મેળવી હતી. બાબાના આજુબાજુ રેહતા લોકોનું કેહવું છે કે, બાબાએ એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા માટે ક્યારેય કોઈ સવારી નથી કરી. તેઓ અડધી કલાક સુધી પાણી માં અંદર રહીને શ્વાસ લીધા વગર ધ્યાન કરતા.પરંતુ, બાબાએ ક્યારેય પોતાની સિદ્ધિ,તપ અને ઉંમરને લઈને કોઈ પ્રકારનો દાવો નથી કર્યો કે પોતે કેટલા મહાન છે.બાબાની નજીકના લોકો દ્વારાજ આ વાતનું ખંડન કરવામાં આવ્યું હતું.
બાબા પાસે જ્ઞાન અને શાસ્ત્રો નો અપૂર ભંડાર હતો,બાબાને કઈ કીધા વગરજ બાબા સામેવાળા વ્યક્તિના મનની વાત જાણી લેતા હતા.જ્યારે ભૂતકાળમાં ભારતદેશમાં કટોકટી સર્જાણી અને પછી ચુંટણીમાં હાર મેળવ્યા બાદ વ્યથિત થઈને તે સમયના વડાપ્રધાન ઇન્દીરાગાંધી બાબાના આશીર્વાદ લેવા આવ્યા હતા.બાબાએ હાથ ઉંચો કરીને બાબાને આશીર્વાદ આપ્યા હતા.
બાબાના આશીર્વાદ લઈને પરત ફરેલા ઇન્દીરા ગાંધીએ કોંગ્રેસનું ચુંટણી ચિન્હ “પંજો” કર્યું હતું, અને બસ ત્યારથી આજ દિન સુધી કોંગ્રેસનું ચિન્હ પંજો છે. આશીર્વાદ લઈને પરત ફરેલા ઇન્દીરા ગાંધીએ પ્રચંડ જનસમર્થન સાથે જીત મેળવી હતી,અને તેઓ પ્રધાનમંત્રી બન્યા હતા.
આ ઉપરાંત દેશના ટોચના અધિકારીઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, રાજકારણીઓ પણ તેમના દર્શન કરવા આવતા ૧૯૧૧ માં બાબાના આશ્રમમાં જોર્ય પંચમ પણ બાબાના આશીર્વાદ લેવા આવ્યા હતા. પછી તો એ યાદીમાં ડો.રાજેન્ર્પ્રસાદ, અટલબિહારી બાજપેય,મદનમોહન માલવિય,મુલાયમસિંહ,વીર બહાદુરસિંહ,જગ્ગ્ન્નાથ મિશ્ર,અને વિદેશ્વરી દુબેનો સમાવેશ પણ થય છે.
ચાર થાંભલા ઉપર એમનો માંચડો અને આજ માંચડો બાબાનો મહેલ અહીથીજ ઉભા ઉભા બાબા નીચે ઉભેલા ભક્તોને આશીર્વાદ આપતા બાબા હંમેશા નિર્વસ્ત્ર રેહતા હતા માત્રને માત્ર મૃગની છાલજ પેહરતા.દેવરિયા માં બાબા આઠ મહિના સુધી રેહતા અને અહી બેઠા બેઠાજ બાબા લોકોનું કલ્યાણ કરી દેતા હતા.
બાબાએ ધ્યાન અને સમાધિ થકી દિવ્ય અને અદભુત શક્તિઓ પ્રાપ્ત કરેલી અને આથીજ લોકો બાબાને દિવ્ય સંત કેહતા હતા લોકોને બાબામાં ખુબજ શ્રદ્ધા હતી અહીના લોકો બાબામાં ખુબજ વિશ્વાસ રાખતા હતા.તેમના ભક્તોનું માનવું છેકે બાબા ૩૦૦ વર્ષ કરતા પણ વધારે જીવ્યા હતા. ૧૯ જુન ૧૯૯૦ માં એકાદશીના દિવસે પોતાનો દેહત્યાગ કરનાર દેવરહા બાબા વિષે અનેક સત્ય ઘટનાઓ અને કિસ્સાઓ પ્રચલિત છે.