અમદાવાદની પરણિતાના આપઘાત બાદ નફ્ફટ પતિએ મુક્યું વોટ્સએપ સ્ટેટસ, વાંચીને તમે પણ કહેશો આને ફાંસીએ ચડાવો

ગુજરાતમાં અવાર-નવાર આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજ આવીજ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. લગ્નજીવન દરમ્યાન પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતાં હોય છે, પરંતુ ઘણીવાર ઝઘડાઓનું પરિણામ જિંદગીના અંત સુધી પહોંચી જાય છે. અમદાવાદમાં પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. નદીમાં કૂદતાં પહેલા તેણે પતિને ફોન કર્યો હતો અને મરી જવાની વાત કરી હતી. જિંદગીના અંત પહેલા એક વીડિયો બનાવ્યો હતો. ફોન રેકોર્ડિંગ અને વીડિયોના આધારે યુવતીના પિતાએ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મહિલાએ આત્મહત્યા કરતા પહેલા પોતાના પતિને ફોન કર્યો હતો. તે દરમ્યાન પતિએ મહિલાને મારી જવા અંગે કહ્યું હતું. “એ પ્યારી સી નદી કો પ્રે કરતે હૈ કી વો મુજે અપને આપ મેં સમા લે” આ શબ્દો બોલી અને પતિના ત્રાસ છતાં તેના વિશે પ્રેમના શબ્દો બોલી હસતાં હસતાં દર્દ છુપાવતો વીડિયો બનાવી વટવામાં રહેતી યુવતીએ સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો.

આત્મ્હ્યા કરતા પહેલા પરિણીતાએ જે વિડીયો બનાવ્યો હતો તેમાં જણાવ્યું છે કે “હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હે આઇશા આરીફખાન… ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું…ઇસમે કિસીકા દોર ઔર દબાવ નહિ હે અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયે કે ખુદાકિ ઝીંદગી ઇતની હોતી હે…ઔર મુજે ઇતની ઝીંદગી બહોત સુકુન વાલી લગતી હે.”ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો નહિ કરના આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હે આરીફ સે ઉસે પરેશાન થોડી કરેગે? અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હે વો આઝાદ રહે ચલો અપની ઝીંદગી તો યહી તક હે. મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મીલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? મા બાપ બહુત અચ્છે મિલે દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રેહ ગઈ મુજમે યા શાયદ તકદીર મેં, મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.’

‘એક ચીઝ જરૂર શીખ રહી હું મોહબબત કરની હે તો દો તરફ કરો એક તરફા મેં કુછ હાસિલ નહિ હે.ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હે,એ પ્યારી સી નદી પ્રે કરતે હે કી વો મુજે અપને આભ મેં સમા લે ઔર મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ જ્યાદા બખેડા મત કરના મેં હવાઓ કી તરહ હું બસ બહેના ચાહતી હું,ઔર બહેતે રેહના ચાહતી હું કિસીકે લિયે નહિ રૂકના મેં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે.ઔર મુજે જીસકો જો બતાના થાય વો સચ્ચાઈ બતા ચુકી હું કાફી હે, થેંક્યું .મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે..ચલો અલવિદા.

આઈશાએ મોત પહેલાંનાં તેના અંતિમ વીડિયોમાં તેણે હસતાં મોઢે દુનિયાને અલવિદા કહી દીધું હતું. અને માણસનો ચહેરો ફરીથી ક્યારેય ન બતાવવા ખુદાને કહ્યું હતું. તેવામાં આઈશાના મોત બાદ તેના નફ્ફટ પતિએ વોટ્સએપ સ્ટેટસ મુક્યું હતું. જેને લઈને લોકોમાં ભારે આક્રોશ થઈ રહ્યો છે.

આઈશાએ પોતાના દહેજભૂખ્યા પતિ આરીફ ખાનને કારણે જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો. આપઘાત પહેલાં પણ આઈશાએ આરીફને ફોન કરી મરવાનું કહ્યું હતું. તે સમયે પણ આરીફે તેને મરવું હોય તો મરી જા એવો જવાબ આપ્યો હતો. આઈશાના આપઘાત પણ તેના નફ્ફટ પતિએ વોટ્સએપ સ્ટેટસ રાખ્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે, કોન ચલા ગયા યે ઈમ્પોર્ટન્ટ નહીં હૈ, કૌન અબ ભી સાથ હૈ વો ઈમ્પોર્ટન્ટ હૈ.

 

આઈશાના મોત બાદ પણ દુઃખના બે આંસુ વહાવવાને બદલે તેના પતિએ નફ્ફટ બનીને વોટ્સએપ સ્ટેટસ મુક્યું હતું. આઈશાના મોતથી જ્યાં હજારો લોકોની આંખો નમ થઈ ગઈ હતી. પણ આઈશાના મોતથી તેના પતિને કાંઈક ફરક જ ના પડ્યો હોય તેમ તેના વોટ્સએપ સ્ટેટસ પરથી લાગી રહ્યું છે. હાલ તો હજારો લોકો આરીફ પર ફિટકાર વરસાવી રહ્યા છે. અને તેના આવાં સ્ટેટસથી ભારે આક્રોશમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *