સુરત કોર્ટ નજીક વકીલોના ટ્રાફિક અને પાર્કિંગના પ્રશ્નોનું નિરાકરણ લાવતા નગર સેવક વ્રજેશ ઉનડકટ

સુરત(Surat): ઘણા સમયની બાર એસોસિએશન(Bar Association)ની માંગણીનું આજે સુખદ નિરાકરણ આવ્યું. બાર એસોસિએશને કોર્ટ(Association Court)ની બાજુ માં આવેલ નવસારી કૃષિ ફાર્મ થી કેબલ સ્ટેઇડ બ્રિજ નીચે જવા માટે રસ્તા ની માંગણી અગાઉ કરેલી હતી. થોડા સમય પહેલા બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ(Brijeshbhai Patel) તેમજ અન્ય હોદેદારોએ ભારતીય જનતા પાર્ટી(BJP)ના નગરસેવક વ્રજેશ ઉનડકટ(Vrajesh Unadkat)ને આ બાબત રજુઆત કરવા કોર્ટ પર બોલાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ એમની રજુઆત સાંભળી એમને એક બીજું સજેશન કરેલ કે રિવર ફ્રન્ટ તરફથી તમને રસ્તો બનાવી આપીએ તો તમારી સમસ્યાનું નિરાકરણ આવી શકે. ત્યાર બાદ સ્થાયી સમિતિ માં ચેરમેન પરેશભાઈ પટેલ તેમજ મ્યુનિસિપલ કમિશ્નર સમક્ષ રજૂઆત કરી હતી અને જણાવેલ કે આ રસ્તો આપવાથી અઠવાલાઇન્સ મેઇન રોડ પરનું ટ્રાફિક ઘટશે તેમજ ઓન સ્ટ્રીટ પાર્કિગ પણ બંધ થશે.

બ્રિજ નીચે 100 જેટલી ગાડીઓ નું પાર્કિગ થઈ શકશે. સાથે ત્યાં લોકોની અવરજવર વધવાથી કેલબ સ્ટ્રેઇડ બ્રિજની નીચે તથા રિવર ફ્રન્ટ પર થતા દુષણો પણ બન્ધ થશે. સાથે વકીલોને કેબલ સ્ટ્રેઇડ બ્રિજ નીચે પાર્કિગ કરીને કોર્ટ સુધી નું 500 મિટરનું અંતર 50 મીટર જેટલું થઈ જશે અને વકીલો ની માંગણી સંતોષાય જશે.

ત્યારબાદ આજે બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ પટેલ તેમજ અઠવાઝોનના ડેપ્યુટી ઈજનેર પંચાલ સાહેબ સાથે સ્થળ વિઝીટ કરી હતી. હવે બાર એસોસિએશન જ્યુડિશિયલ પરમિશન મેળવીને જાણ કરશે એટલે તાત્કાલિક ત્યાં રસ્તો બનાવી આપીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *