અઢી વર્ષની ઉમરે જોવા જઈએ તો બાળક પોતાની જ કાલી-ઘેલી ભાષામાં બોલતું નજરે ચડે છે. તમે એ પણ જોયું હશે કે બાળકોમાં નાનપણથી જ અનોખી આવડત હોય છે. જેમાં કોઈ બાળકને ડાન્સ કરવાનો શોખ હોય છે તો કોઈ બાળકને ગીત ગાવાના દીવાના હોય છે. પરંતુ કોઈ કેટલાક બાળકો પાસે એવું પણ ટેલેન્ટ હોઈ છે જે જોઇને લોકોને નવાઈ લાગે છે.
આ વાયરલ વીડીઓને જોઇને તમે હેરાન થઇ જશો. આ વાયરલ વિડીઓ અઢી વર્ષની બાળકી પ્રણિનાનો છે. આ બાળકીને 200 કરતા પણ વધુ દેશની રાજધાનીના નામ મોઢે આવડે છે. જેમાં કેટલીક રાજધાનીના નામ એવા પણ છે જેને યાદ રાખવા ખુબ જ મુશ્કેલ છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વિડીઓ છત્તીસગઢના આઈએએસ અધિકારી પ્રિયંકા શુક્લાએ પોતાના ટ્વીટર પર ટ્વીટ કર્યો છે અને કહ્યુ છે કે, આ અઢી વર્ષની નાની બાળકી પ્રદીપ ટંડનની પુત્રી છે. જેમની પાસે આ અદભુત ટેલેન્ટ છે. આઈએએસ અધિકારીએ ટ્વીટર પર વીડિયો શેર કરતા કહ્યું છે કે, ફક્ત અઢી વર્ષની આ બાળકીએ 205 દેશની રાજધાનીઓના નામ યાદ કરી લીધા છે. બાળકીના પિતાનું કહેવું છે કે, તેમની દીકરીની યાદ શક્તિ અગાઉથી જ અસાધારણ રહી છે.
आपको कितने देश की राजधानियों के नाम पता हैं?
इस वीडियो के माध्यम से मिलिए मेरे सहयोगी @23Pradeep की बिटिया प्रनिना से!
मात्र 2.6 वर्ष की उम्र में इन्हें 205 देशों की राजधानियों के नाम कंठस्थ हैं।
प्रदीप बताते हैं कि प्रनिना की याददाश्त प्रारम्भ से ही असाधारण है। pic.twitter.com/Zz7KViSqhy— Priyanka Shukla (@PriyankaJShukla) June 1, 2021
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વિડીઓ પર લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જો કે એક યુઝરે આ વિડીઓ જોઇને લખ્યું છે કે, ખરેખર આ બાળકીની યાદશક્તિ ખુબ જ સારી છે. જયારે અન્ય યુઝરે કહ્યું છે કે, ફક્ત આટલી જ ઉમરમાં આ નાની બાળકી પાસે એટલું ટેલેન્ટ છે તો તેમનું ભવિષ્ય ખુબ જ સારું હશે. સાથે અન્ય ઘણા બધા બાળકીના વખાણ કરી રહ્યા છે. આ વાયરલ વિડીઓને અત્યાર સુધીમાં 26 હજારથી પણ વધુ લાઈક મળી ચુકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.