યુપીના ગોંડામા 23મેના રોજ મુસ્લિમ પરીવારમાં એક પુત્રનો જન્મ થયો હતો. તે દિવસે લોકસભા ચૂંટણીનું પરિણામ આવ્યું માટે પરીવારે બાળકનું નામ નરેન્દ્ર મોદી રાખ્યું હતું પરંતુ હવે આ નામ પરીવાર માટે મુસીબત બની ગયું છે.
બાળકની માતા મેહનાજે જણાવ્યું કે, નરેન્દ્ર મોદી નામ રાખવાથી સમાજના લોકો તેમના પર દબાણ કરવા લાગ્યા, ઘણા લોકોએ કહ્યું કે, જો બાળકનું નામ બદલવામાં નહીં આવે તો તમને સમાજની બહાર કરી દેશું. ગ્રામ વાસીઓના મ્હેણા અને દબાણથી કંટાળીને મહિલાએ બાળકનું નામ બદલી નાખ્યું. હવે નરેન્દ્ર મોદી અલ્તાફ અથવા મોહમ્મદ મોદી નામ બાળકને આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 23 મેના રોજ મતગણતરી ચાલુ હતી અને મેહનાજે બાળકને જન્મ આપ્યો. મેહનાજના પતિ દુબઈમાં કામ કરે છે માટે મહેનાજે જ્યારે તેના પતિ મુસ્તાકને ખુશખબરી આપવા માટે ફોન કર્યો ત્યારે નરેન્દ્ર મોદી કોંગ્રેસ ઉમેદવાર કરતા આગળ હતા.
મેહનાજે જ્યારે તેના પતિ મુસ્તાકને ફોન કર્યો ત્યારે મુસ્તાકે પૂછયું કે, શું નરેન્દ્ર મોદી આવી ગયા? પરીવારના લોકોએ આ શબ્દને પકડી લીધો અને બાળકનું નામ નરેન્દ્ર મોદી રાખી દીધું પરંતુ સમાજ અને ગામના લોકોના દબાણના કારણે હવે પરીવારે બાળકનું નામ બદલવા મજબુર થવું પડ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.