સુરત(Surat): શહેરમાં વારંવાર દુષ્કર્મના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના અડાજણ(Adajan) વિસ્તારમાં 14 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. નરાધમ આરોપીએ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી.
માત્ર એટલું જ નહી પરંતુ, ઘરમાં જુદા જુદા દીવસે ચાર મહીના પહેલા ઘરમાં બોલાવી અવાર-નવાર શરીર સબંધ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. સાથે જ દીકરીનો બિભત્સ વિડીયો બનાવીને આ વાત તારા ઘરે કહેશે તો હુ આ વિડીયો વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી હતી.
કિશોરીના બીભત્સ ઉતારેલા વિડીયો તેના બે મિત્રોને વોટસએપ ઉપર મોકલી આપ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે અડાજણ પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દિવસેને દિવસે વધી રહેલા દુષ્કર્મના કિસ્સાઓને કારણે રાજ્યની દીકરીઓ અસલામત અને અસુરક્ષિત હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રકારના કિસ્સાઓને વધવાને કારણે દીકરીઓમાં ભયનો માહોલ સર્જાય રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે 14 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવતા ફફડાટ ફેલાઈ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.