ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે(Hardik Patel) મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવતા કહ્યું હતું કે, નરેશ પટેલ(Naresh Patel) કોઈપણ રાજકીય પાર્ટીમાં જોડાવા માટે સ્વતંત્ર છે, છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્રમાં સમાજ ઉત્થાન માટે ઘણા બધા મહત્વના કાર્યો કર્યા છે. નરેશ પટેલ સમાજસેવી ઉપરાંત લોકોનું ભલુ ઈચ્છનાર વ્યક્તિ છે.
આ સાથે જ હાર્દિક પટેલે વધુમાં જણાવતા કહ્યું છે કે, હું ઈચ્છું કે તેઓ રાજકારણમાં આવીને સમાજના લોકોનું સારું જ ઈચ્છવા માગતા હોય તો કોંગ્રેસ પાર્ટીમાં તેના માટે દરવાજા ખુલ્લા છે. વાત રહી કોંગ્રેસ પાર્ટીની તો 2 દિવસ પહેલા અને ગઈકાલે પણ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખે જણાવતા કહ્યું હતું કે, નરેશ ભાઈ કોંગ્રેસ સાથે જોડાઈને લોકોની સેવાનું બીડું ઉપાડવું હોય તો કોંગ્રેસ પાર્ટી તેમનું લાલજાજમ પાથરીને સ્વાગત કરશે.
રાહુલ સાથેની મુલાકાત અંગે આપ્યું મહત્વનું નિવેદન:
રાહુલ ગાંધી અને અશોક ગેહલોતની નરેશ પટેલની મુલાકાત અંગે હાર્દિક પટેલ જણાવતા કહ્યું હતું કે, આ મુલાકાત અંગે મને કોઈ જ જાણકારી નથી અને જો તેણે કદાચ મુલાકાત લીધી પણ હશે તો તેમાં ખોટું શું છે?
ભારતીય જનતા પાર્ટીની પ્રતિક્રિયા:
નરેશ પટેલની રાજનીતિમાં એન્ટ્રીના સંકેતને લઈને ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, સામાજિક નેતા પોતાના સમાજના ભલા માટે રાજકીય ક્ષેત્રે આવતા હોય છે. તેમના સંકેતોથી કે રાજનીતિ પ્રવેશથી સમાજને અને દેશને પણ ફાયદો થતો હોય છે. નરેશ પટેલ કયા પક્ષ સાથે જોડાય અને ક્યારે જોડાશે તે તેમનું અંગત મંતવ્ય છે. આ બાબત અંગે ભારતીય જનતા પાર્ટી કોઈ જ પ્રકારની ટિપ્પણી કરવા માગતી નથી.
પાટીદાર અગ્રણીઓની મુખ્યમંત્રી સાથે મહત્વની બેઠક:
રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા પાછા કેસો ખેંચવા ગુજરાત સરકારે અગાઉ ખાતરી આપી હતી. આ ખાતરી આપવામાં આવ્યા છતાં પણ તમામ કેસો પાછા ના ખેંચવામાં આવતા પાટીદાર સમાજમાં હજુ પણ અસંતોષ છે. આ અસંતોષ દૂર કરવા માટે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસસ્થાને પાટીદાર અગ્રણીઓની આજ રોજ ખાસ બેઠક બોલાવવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી સાથેની બેઠક પહેલા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે જણાવતા કહ્યું હતું કે, મુખ્યમંત્રીને અમે પાટીદાર દીકરા-દીકરીઓ સામે થયેલા કેસ પરત ખેંચવા તે અંગે રજૂઆત કરીશું તો મૃતકોના પરિવારજનોને વળતર મળે તેવી પણ અમારી રજૂઆત સરકાર સમક્ષ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ખાતે યોજનારી બેઠકમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલની સાથે પાટીદાર ચહેરો ગણાતા અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિત અગ્રણીઓ આજે હાજર રહેશે. મુખ્યમંત્રી સાથે બેઠક સાંજે 6.30 કલાકે યોજવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.