ગુજરાતના ઓનલાઈન શિક્ષણમાં છબરડો: શાળાએ મોકલેલી લીંક ખોલતા જ બીભત્સ ફોટા અને વિડીયો ખુલ્યા

કોરોના નો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા કેટલાય મહિનાઓથી શાળાઓ અને કોલેજો બંધ છે. ત્યારથી જ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઓનલાઇન શિક્ષણમાં ઘણી બધી ઉભી થતી તકલીફો હોવા છતાં પણ શિક્ષણ ચાલુ જ રાખ્યું છે. હાલ એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જેને જાણીને તમે પણ ચોંકી ઉઠશો. હાલ સુરત શહેરમાં ઓનલાઇન શિક્ષણમાં છબરડો બોલ્યો છે, સુરતની એક શાળાએ વિદ્યાર્થીઓને મોકલી લિંક ખોલતા જ બીભત્સ ફોટા અને વિડિયો ખુલ્યા હતા. અને આ ફરિયાદ સામે આવતા લોકોમાં ઉહાપોહ મચી ગયો હતો. હાલ ઓનલાઈન શિક્ષણ વચ્ચે સુરત શહેરની એક શાળાએ વિદ્યાર્થીઓને એડલ્ટ સાઈટની લીંક મોકલી હોવાની ચર્ચા શિક્ષણ વિભાગમાં ચગડોળે ચઢી છે.

આ મામલો સામે આવતા શાળા જણાવી રહી છે કે અમે વિદ્યાર્થીઓને ડી.ઇ.ઓ દ્વારા લીંક મોકલવામાં આવી હતી પરંતુ પછી જે થયું એની જાણ અમને પણ નથી. સુત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, સુરત શહેરના અથવાલાઈન્સ વિસ્તારમાં આવેલી એક શાળા દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ માટે એક લીંક ફોરવર્ડ કરવામાં આવી હતી. જ્યારે વિદ્યાર્થીઓએ આ લીંક ખોલી ત્યાં જ વિદ્યાર્થીઓ એકદમ ચોંકી ઉઠ્યા હતા. કારણકે શાળા દ્વારા મોકલવામાં આવેલી આ લીંક ખોલતાની સાથે જ અશ્લીલ ફોટાઓ અને વિડિયો વિદ્યાર્થીઓને જોવા મળ્યા હતા.

આ વાત વિદ્યાર્થીઓના વાલીઓને માલૂમ પડતાં વાલીઓમાં પણ શાળા સંચાલકો દ્વારા અભદ્ર લીંક મોકલવામાં આવી હોવાની ફરિયાદનો સૂર ઉઠ્યો હતો. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર હાલ કોઈપણ વાલી દ્વારા શાળા વિરોધ સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. જ્યારે શાળા સંચાલકો જણાવી રહ્યા છે કે જે આ લીંક ડીઇઓ દ્વારા વિદ્યાર્થીઓને મોકલવામાં આવી હતી. જેથી સમગ્ર મામલે સાચી તપાસ થશે ત્યારે જ આ ના મામલે સાચી જાણકારી અને હકીકત જાણવા મળશે.

ફરિયાદીના જણાવ્યા અનુસાર ઓનલાઇન શિક્ષણ અને વાલી વિદ્યાર્થીઓના સંપર્કમાં રહેવા માટે શાળા તરફથી એએસએમ નામનું whatsapp ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. આ whatsapp ગ્રુપમાં વિદ્યાર્થીઓ, વાલી, શિક્ષકો અને આચાર્ય સહિત સૌ કોઈ ગ્રુપમાં જોડાયેલા હતા. આ ગ્રુપમાં મુકવામાં આવેલી એકમ કસોટીની લીંક ખોલતા ગંદા ફોટા અને વિડિયો સામે આવ્યા હતા. આ જોઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ એકદમ ચોંકી ઉઠ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *