ગુજરાત(Gujarat): ગુરુવારથી એટલે કે આજથી માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રિ(Navratri 2021)ની શુભ શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે રાજ્યમાં શેરી ગરબા(Sheri Garba) માટે રાજ્યભરમાં થનગનાટ અને ખુબ જ જોશ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ત્યારે નવરાત્રીના પ્રથમ દિવસે જ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah) આજે સાંજે અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં મહાનગરપાલિકા ચૂંટણી(Municipal elections Gandhinagar)માં કોંગ્રેસ(Congress)ના ગઢના કાંગરા ખેરવી ભારતીય જનતા પાર્ટી(BJP)ના પ્રચંડ વિજયને કારણે પાર્ટીના કાર્યકરો, પ્રદેશ ભાજપના પદાધિકારીઓ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ(C.R. Patil), મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ને મળી અભિનંદન આપશે. આ ઉપરાંત માદરે વતન માણસામાં માતાજીના મંદિરે શુક્રવારના રોજ આરતી-દર્શનનો લાભ લે તેવી પણ પુરેપુરી સંભાવનાઓ સેવાઈ રહી છે.
નવરાત્રીના શુભ પ્રારંભે જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નગરદેવી ભદ્રકાળી મંદિરે પૂજન-અર્ચન સાથે માતાજીની આરતી કરશે. તો રાજ્યના દરેક મંત્રીઓ પણ વિવિધ શક્તિપીઠોમાં જઈને માતાજીની પૂજા-અર્ચના અને આરતી કરશે. અલગ અલગ શક્તિપીઠોમાં પ્રવાસન વિભાગ દ્વારા ઉત્સાહભેર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ગુજરાત રાજ્યના પ્રખ્યાત કલાકારો ગરબા પરફોર્મ કરશે અને સાથે પ્રખ્યાત કલાકારોના ગરબાઓનું સોશિયલ મીડિયા દ્વારા ટેલીકાસ્ટ કરવામાં આવશે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, શેરી ગરબાનું આયોજન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. શેરી ગરબામાં વધુમાં વધુ 400 લોકો સુધીની છૂટ આપવામાં આવી છે. સાથે કોરોનાના તમામ નિયમોનું કડકાઈથી પાલન કરવુ પડશે. હાલમાં જાહેર અને કોમર્શિયલ ગરબાની કોઈ પણ છૂટ સરકાર દ્વારા આપવામાં આવી નથી. જયારે રાજ્યના મહાનગરોમાં 12 વાગ્યા સુધી કર્ફ્યૂમાં રાહત આપવામાં આવી છે. આવનારા દિવસોમાં છૂટછાટ સાથે તહેવારોને ઉજવી શકીએ માટે કોરોનાના નિયમોને અનુસરીને આ નવરાત્રીનું આયોજન કરી શકીએ.
વેક્સીન લીધી હોય તે લોકો જ નવરાત્રીમાં ગરબા રમી શકશે:
વધુમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, વેક્સીન લીધી હોય તે લોકો જ ગરબા રમી શકશે. કોરોનાના નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. સરકારની ગાઈડલાઈન મુજબ રાત્રે 12 વાગ્યા સુધી જ ગરમા રમી શકાશે. જયારે અન્ય તહેવાર પણ સારી રીતે ઉજવી શકાય તે અંગે શુભકામનાઓ પાઠવી છે. સાથે અનેક મહાનગરોમાં 100 ટકા વેક્સિનેશન થઇ ચુક્યું છે. હાલમાં બીજા ડોઝ માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નવરાત્રીની આસ્થા જળવાઈ રહે તે પ્રકારની કામગીરી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના લોકો સાથે મળીને આ અંગે કામગીરી કરી રહ્યા છે. નવરાત્રી ગુજરાતીઓ માટે ખૂબ મહત્વનો તહેવાર ગણાય છે. નિણર્ય ગુજરાતના તમામ લોકોના હિતમાં લેવામાં આવ્યો છે.
નિયમોનુસાર જો લોકો ગરબા રમશે તો પોલીસ કોઈ પરેશાન કરશે નહિ:
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવતા કહ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા યોજાતો નવરાત્રિ મહોત્સવ પણ આ વર્ષે નહીં યોજવામાં આવે છે. અમદાવાદ GMDC ગ્રાઉન્ડ પર નવરાત્રીના તહેવારમાં ગરબાનું આયોજન કરવામાં આવશે નહિ. નિયમોનુસાર ગરબાના આયોજન પર પોલીસ કોઈ પણ વ્યક્તિને પરેશાન નહીં કરે. મને ગુજરાતના લોકો પર વિશ્વાસ છે કે તેઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કોઈ નિયમ તોડશે નહીં. નિયમ આપણા સૌ માટે છે. નિયમ તોડશે નહીં માટે પોલીસને પગલાં લેવાનો કોઈ પણ પ્રશ્ન નથી આવતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.