જોતજોતામાં 12 વર્ષનો બાળક વીજળીનો તાર અડતા બળીને રાખ થઇ ગયો- જાણો કયાની છે આ ખોફનાક ઘટના

સોમવારે સવારે 12 વર્ષીય બાળકનું કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. છોકરો રસ્તાની બાજુમાં મુકેલી લોખંડની સીડીના સંપર્કમાં આવ્યો. આ સીડી ઇલેક્ટ્રિક વાયરને સ્પર્શ કરતી હતી. તેમાં ચાલતો હાઈવોલ્ટેજ કરંટનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે, થોડીક જ સેકંડમાં છોકરાના શરીરમાં આગ લાગી અને તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો.

પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર યોગેશ ગાવડેએ જણાવ્યું કે, છોકરાની ઓળખ થઈ શકી નથી. એવું માનવામાં આવે છે કે, તે ફૂટપાથ પર રહેતો હતો. આ ઘટના સોમવારે સવારે 8:52 વાગ્યાં આસપાસ સેક્ટર 7માં શિવશંકર પ્લાઝા 2માં દુકાન નંબર 7ની સામે બની હતી. ઘટના સ્થળ પર સ્થાપિત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. વીડિયોના આધારે પોલીસ દ્વારા અકસ્માત મોતનો અહેવાલ નોંધવામાં આવ્યો છે.

યોગેશ ગાવડેએ જણાવ્યું હતું કે, મૃતકના પરિવારજનોનો કોઈ પત્તો બહાર આવ્યો નથી. અમે તેને શોધી રહ્યા છીએ. આટલી મોટી લોખંડની સીડી કેમ ત્યાં રાખવામાં આવી હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જો આમાં કોઇ બેદરકારી દાખવે છે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

સામાજિક કાર્યકર્તા બાપુ પોલે જણાવ્યું કે, બાળક ટ્રાફિક સિગ્નલ પર રમકડા વેચતો હતો. સીડી તે રીતે રાખવી એ ખૂબ મોટી બેદરકારી છે. આ અંગે અમે ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઇએ.

મુંબઈમાં વીજ પુરવઠો પૂરો પાડતા MSEDCL દ્વારા જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 21 ફેબ્રુઆરીના રોજ દિવા ફીડર પરના દિવા ગામમાં, લેન્સકાર્ટની દુકાનની સામેની સીડીએ ઇલેક્ટ્રિકલ વાયર દ્વારા સ્પર્શ કર્યો હતો. જે બાદ તેમાં 11KV કરંટ ચાલતો હતો. 22 ફેબ્રુઆરીએ સવારે 8:52 વાગ્યે પીડિતાએ સીડીનો આધારસ્તંભ પકડી રાખ્યો હતો અને ચપ્પલ પહેર્યા ન હતાં, તેથી બાળકને શોક લાગ્યો હતો. આ ઘટના મુંબઈના એરોલીમાં બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *