ગુજરાતમાં અવાર-નવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. નવસારી જીલ્લાના ગણદેવી તાલુકાના કોલવા ગામની 18 વર્ષ ની કોલેજીયન યુવતીએ પોતાના ઘરના રસોડાના સીલીંગ ફેન સાથે દોરડું બાંધી ને ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટુકાવ્યો હતો.
મહત્વની વાત તો એ છે કે, તેને આત્મહત્યા કરવાનું કારણ તે યુવતી ઓનલાઈન શિક્ષણ થી કંટાળી ગઈ હતી. પરંતુ આ કારણ પોલીસને ગળે ઉતરે એવું નથી તેથી પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે. આ યુવતી નવસારી જીલ્લાના ગણદેવી તાલુકાના કોલવા ગામના અંબિકા ફળીયામાં રહેતી હતી.
મળતી જાણકારી મુજબ, 18 વર્ષની ક્રિષા અરવિંદભાઈ રાઠોડ નવસારીની ગલ્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી. ક્રિષા SY B.COM માં અભ્યાસ કરતી હતી. પરંતુ આ કોરોના જેવી ગંભીર બીમારી ના કારણે કોલેજ બંધ હોવાથી વિદ્યાર્થીઓ માટે ઘરે જ ઓનલાઇન શિક્ષણ ચાલે છે. આવી પરિસ્થિતિ માં ક્રિષા પણ ઓનલાઈ શિક્ષણ મેળવતી હતી, અને ઘરે રહીને ઓનલાઇન શિક્ષણ લેવાનું હોવાથી ક્રિષા ખૂબ કંટાળી જતી હતી. તેના કારણે તે સતત તણાવમાં રહેતી હતી તેવો પરિવારનો દાવો છે.
મૃતક ક્રિષા રાઠોડના પરિવાર નું કહેવું છે કે, તે તણાવમાં આવીને કઈપણ વિચાર્ય વગર પોતાના જ ઘરના રસોડામાં સીલીંગ ફેન સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. આ ઘટના અંગે તેના પિતા અરવિંદભાઈ ડાયાભાઈ રાઠોડે આઉટ પોસ્ટ પોલીસને જાણ કરી હતી.
આ ઘટનાની જાણ થતાં અમલસાડ આઉટ પોસ્ટ પોલીસના હેડ કોન્સ્ટેબલ રામુભાઈ રામચંદ્ર સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ પુત્રી કરુણ મોતથી પરિવારમાં શોક નું વાતાવરણ પ્રસરી ગયું છે અને ભારે આઘાત માં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.