વિધવા સહાય મેળવવા વિધવા બહેનો ખાઈ રહી છે ધક્કા, નવ્યા ચેરીટેબલ ટ્રસ્ટ આવ્યું મદદે

રાજ્ય સરકાર દ્વારા સામાજિક સુરક્ષા અંતર્ગત વિધવા સહાય યોજના આપવામાં આવતી હોય છે. જેમાં પુનઃલગ્ન ન કર્યા હોય તેવી વિધવા બહેનોને દર મહિને સરકાર આર્થિક સહાય કરે છે. જેમાં તાજેતરમાં જ સરકાર દ્વારા વિધવા બહેનોને લાભ મળે તે માટે સુધારા-વધારા કરવામાં આવ્યા છે અને સહાય પણ વધારી આપવામાં આવી છે. પરંતુ આ સહાય મેળવવા માટે નિરાધાર બહેનોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઇને સુરતમાં સતત કાર્યરત નવ્યા education ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કલેકટર શ્રી ને આવેદનપત્ર આપીને આ સુવિધા વરાછા વિસ્તારમાં એક જ ધક્કા એ પૂરી થઈ જાય તેવી માંગ કરવામાં આવી છે.

વરાછા વિસ્તાર આશરે 18 લાખથી વધુ વસ્તી ધરાવે છે અને આ વિસ્તારના વિધવા બહેનોએ સહાય મેળવવા માટે તલાટી પ્રમાણપત્ર આપવા ઓફિસ પરથી મળતું હોય છે. અને આ અરજી કરવા માટે મામલતદાર કચેરી બહુમાળી ભવન માં જવું પડતું હોય છે. જેના કારણે બહેનોએ ખાતે આ બંને કચેરીઓ પર ધક્કા ખાવા પડતા હોય છે. જેને લઇને પારાવાર મુશ્કેલીઓ થતી હોય છે. જેને લઇને ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ બંને કાર્ય પુણા જોન ઓફીસ ખાતે શરૂ કરીને વિધવા બહેનોને પડતી મુશ્કેલીઓમાંથી છૂટકારો આપવામાં આવે.

નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિધવા સહાય, વિદ્યાર્થીને મળતી સરકારી સહાય, બહેનો ને મળતી કાનૂની સહાય વગેરે સેવા ના ધોરણે સમજ આપવામાં આવે છે. આ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ પૂર્ણ થયેલી કોલેજ અને શાળા પ્રવેશ પ્રક્રિયા માટે જરૂરી ઇડબલ્યુએસ દાખલાઓ અને નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે મળતા પ્રમાણપત્ર અપાવવા માટે બિરદાવવા લાયક કામગીરી કરીને સુરતવાસીઓ ની ખુશી નું કારણ બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *