સુરતમાં નવરાત્રીની અનોખી ઉજવણી- લવ જેહાદ પ્રત્યે જાગૃતતા લાવવા સોસાયટીમાં બેનર સાથે ગરબા

unique celebration of Navratri in Surat: સુરતમાં નવરાત્રીની એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શહેરની સંકલ્પ રેસીડેન્સી દ્વારા લવ જેહાદ પ્રત્યે યુવતીઓમાં જાગૃતતા આવે તે માટે અલગ અલગ સંદેશા આપતા બેનરો સોસાયટીમાં લગાવવામાં આવ્યા હતા.સોસાયટીની મહિલાઓને બહાર રમવા ના જવું પડે તે માટે સોસાયટીમાં જ ઓરકેસ્ટ્રા સાથે રમઝટ જેવો માહોલ ઊભો કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે યુવતીઓને એકલા બહાર ના જવું પડે તે પ્રકારનો પ્રયાસ સંકલ્પ રેસીડેન્સીના સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો.

સમગ્ર સુરતમાં નવરાત્રીની જોરદાર ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી સંકલ્પ રેસીડેન્સીમાં એક અનોખી રીતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે હતી સોસાયટીની મહિલાઓ અને યુવતીઓને બહાર રમઝટમાં રમવા ના જવું પડે તે માટે સોસાયટીમાં જ રમઝટ જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો અને ઓરકેસ્ટ્રા સાથે નવરાત્રી ની ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં લવ જેહાદના કિસ્સાઓ સતત વધી રહ્યા છે તેથી વિધર્મીઓ યુવતીઓને લલચાવી ફોસલાવી લવજેહાજ નો ભોગ ના બનાવે તે માટે જાગૃતતા લાવવા માટે સોસાયટીમાં વિવિધ પ્રકારના બેનરો પણ મારવામાં આવ્યા હતા.

જેથી કરીને યુવતીઓમાં જાગૃતતા આવે અને સોશિયલ મીડિયા તેમજ પોતાનો નંબર આપ લે કરતી વખતે તેઓ ધ્યાન રાખે સાથે સાથે સોસાયટીમાં સ્વદેશીના બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. કારણકે પાણી પીણીની વસ્તુઓ બહારથી આવતી હોય છે તેના કરતા લોકો પોતાનું સ્વદેશી અપનાવે તે માટે પણ ભાર મૂકવામાં આવ્યો હતો તેની સાથે તમામ ચીજ વસ્તુઓ પોતાના જ દેશની વાપરવામાં આવે જેથી દેશ ની ઉન્નતિ અને પ્રગતિ થાય તેવી જાગૃતતા લોકોમાં આવે તે માટે થઈને પણ સંકલ્પ રેસીડેન્સી દ્વારા એક પ્રયાસ શરુ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, દર વર્ષે નવરાત્રી તો કરતા જ હોઈએ છીએ જે માત્ર સાઉન્ડ પર કરવામાં આવતી હતી. તેના કારણે મહિલાઓ અને યુવતીઓ બહાર રમઝટમાં રમવા જતી હોય છે .તેથી આ વર્ષે પોતાની દીકરીઓ અને મહિલાઓ સોસાયટીમાં પોતાની નજર સામે ગરબા રમી શકે તે માટે ઓરકેસ્ટ્રા સાથે નવરાત્રીની ઉજવણી કરી રમઝટ જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. હાલમાં વધી રહેલા લવ જેહાદ કિસ્સાને લઈને દરેક માતા-પિતા ચિંતિત થઈ ઊઠ્યા છે જેથી કરીને સોસાયટીમાં આ પ્રકારનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *