આણંદના બોરસદમાં જળબંબાકાર! એક જ રાતમાં ૧૨ ઇંચ વરસાદ ખાબકતા ચારેબાજુ તારાજી સર્જાઈ

આણંદ(Anand): છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. જેને લઈને એક તરફ ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, જયારે બીજી તરફ લોકોને ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન જાણવા મળ્યું છે કે, આણંદના બોરસદ (Borsad)માં એક જ રાતમાં 12 ઈંચ વરસાદથી ચારેતરફ અફરાતફરી સર્જાઈ છે. બોરસદના રસ્તા પાણી ગરકાવ થયા તો સોસાયટી બેટમાં ફેરવાઈ ગઈ છે. તારાજી બાદ NDRFએ બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે. 200 થી વધુ લોકોને સલામત રીતે આશ્રય સ્થાનમાં NDRF દ્વારા ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ભારે વરસાદને કારણે લોકોના ઘર અડધા વરસાદી પાણીમાં ગરકાવ થયા હતા. ભારે વરસાદને પગલે ન માત્ર શહેર પરંતુ આસપાસના ગામડા પણ પાણીમાં ગરકાવ થયા છે. આ ઉપરાંત બોરસદ તાલુકાના કસારી પાસે બે લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે.

આ સિવાય ભાદરણમાં 35થી વધુ ગધેડાઓના પાણીમાં ડૂબવાથી મોત થયા છે. આ ઉપરાંચ ચાર ભેંસ, અને પાંચ બકરીઓ પણ ડૂબવાના સમાચાર મળી આવ્યા છે. આમ, પહેલા જ વરસાદમાં 65 પશુઓના મોત નિપજ્યા છે. તેમજ  બોરસદના સિસ્વા ગામમાં વરસાદી પાણીમાં એક યુવક ગરકાવ થયો છે. હાલ, બોરસદમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે NDRF દ્વારા બચાવ અને રાહત કામગીરી શરૂ કરાઈ છે.

સિસ્વા ગામ 24 કલાક બાદ પણ જળ બંબાકાર જેવી સ્થિતિમાં છે. એક જ રાતમાં 12 ઈંચ વરસાદથી અફરાતફરી જોવા મળી છે. બોરસદમાં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી દેખાઈ રહ્યુ છે. આ મેઘ તારાજી બાદ NDRFએ બચાવ અને રાહતની કામગીરી શરૂ કરી છે. સિસ્વા તળાવ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોનું  NDRFની ટીમે રેસ્ક્યુ કર્યું હતું. લગભગ 200થી વધુ લોકોને સલામત રીતે આશ્રય સ્થાનમાં ખસેડાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 176 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *