ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) માં દેશની શાનમાં વધારો કરનાર ગોલ્ડ તથા સિલ્વર મેડલ (Gold and Silver medals) વિજેતા ખેલાડીઓને લઈ હાલમાં એક ખુબ ગર્વનાં સમાચાર (News) સામે આવ્યા છે. નેશનલ સ્પોર્સ્ટ એવોર્ડ કમિટી દ્વારા ખેલ જગતના સૌથી મોટા તેમજ પ્રતિષ્ઠિત ‘ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર’ (Dhyanchand Khel Ratna Award) માટે આ 11 ખેલાડીઓના નામની ભલામણ કરવામાં આવી છે.
આ 11 ખેલાડીઓને મળશે એવોર્ડ:
‘ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર’ માટે હકદાર બનેલ ખેલાડીઓમાં ઓલિમ્પિક વિજેતા નીરજ ચોપડા, બોક્સર લવલીના બોરગોહેન, ફુટબોલર સુનીલ છેત્રી, ક્રિકેટર મિતાલી રાજ, હોકી ખેલાડી પી શ્રીજેશ, સિલ્વર વિજેતા પહેલવાન રવિ દહિયાનો સમાવેશ કરાયો છે.
નીરજ ચોપરાએ ઑલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો હતો:
ભાલા ફેંકમાં દેશનાં સ્ટાર નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો હતો. ટોક્યો ઑલિમ્પિક્સમાં દેશને ગોલ્ડની આશા ફક્ત નિરજ પાસેથી જ રહી હતી કે, જે નીરજે સાકાર કરી બતાવી હતી. નીરજે ઑલિમ્પિક્સમાં જે રીતે ભાલો ફેંક્યો તે જોઈને સમગ્ર વિશ્વનાં ધુરંધરો પણ દંગ રહી ગયા હતા.
પહેલા જ રાઉન્ડથી નિરજ ટોપ પર રહ્યા તેમજ 6 રાઉન્ડ સુધી તેમના સ્કોરને કોઈ અડી પણ ન શક્યું હતું. આ ગોલ્ડ મેડલ નીરજ ચોપરાએ દિવગંત મિલ્ખા સિંહને સમર્પિત કર્યો હતો. ઑલિમ્પિકની આ વ્યક્તિગત સ્પર્ધામાં ભારતને 13 વર્ષ પછી બીજો ગોલ્ડ મળ્યો હતો. આની પહેલા ઓલમ્પિક 2008માં ગોલ્ડ મેડલ દિગ્ગજ શુટ અભિનવ બિન્દ્રાએ પ્રાપ્ત કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.