નેપાળ ફરી એકવાર વિવાદિત નિવેદન આપી રહ્યું છે. નેપાળ કહે છે કે, ઉત્તરાખંડ રાજ્યના કુમાઉ ક્ષેત્રનો ચંપાાવત જિલ્લો તેની સીમા હેઠળ આવે છે. નેપાળના કંચનપુર જિલ્લાની ભીમદત્ત નગરપાલિકાના મેયર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. તેઓ કહે છે કે, ચંપાાવત જિલ્લો વર્ષોથી નેપાળનો એક ભાગ છે. કારણ કે તેના જંગલો માટે બનાવેલ સમુદાય વન સમિતિ તેમના પાલિકા વિસ્તારમાં આવે છે.
ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, નેપાળના કંચનપુર જિલ્લાની ભીમદત્તા પાલિકાના મેયર સુરેન્દ્ર બિષ્ટ કહે છે કે, આપણી પાલિકા ઉત્તરાખંડના કુમાઉન વિસ્તાર હેઠળ આવતા ચંપાાવત જિલ્લાના જંગલોના કેટલાક ભાગ હેઠળ આવે છે.
સુરેન્દ્ર બિષ્ટનો દાવો છે કે, ચંપાવતના જંગલોમાં રચિત સમુદાય વન સમિતિ ઘણા વર્ષોથી ભીમદત્ત નગરપાલિકા હેઠળ કાર્ય કરે છે. ઘણા વર્ષો પહેલા પાલિકાએ આ વિસ્તારમાં લાકડાની વાડ પણ કરવામાં આવી હતી. જે જૂની થઈ જતા તાજેતરમાં તેની બદલી કરવામાં આવી હતી.
ચંપાાવત જિલ્લાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લાકડાની વાળ કરવા માટે લગભગ 45 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. જ્યારે મેયર સુરેન્દ્ર બિષ્ટને પૂછવામાં આવ્યું કે તમે આ દાવો કેવી રીતે કરી શકો છો, ત્યારે તેમણે કહ્યું હતું કે, જે ભાગ પર વાડ ઉભી કરવામાં આવી છે તે નો મેનઝ લેન્ડ (No Man’s Land) છે.
બિશ્ટ વધુમાં કહે છે કે, આની સાથે આ ચિત્ર ખૂબ સ્પષ્ટ છે. અમને સરહદ પર કોઈ વિવાદની ઇચ્છા નથી, કારણ કે સરહદ વિવાદ કોઈ માટે સારું નથી. પરંતુ અમે ઇચ્છીએ છીએ કે, આ મામલાનું વહેલી તકે નિરાકરણ આવે. આ પછી, જ્યારે ભારતીય સુરક્ષા કર્મચારીઓએ ટોકા અને નેપાળના અધિકારીઓને ફરિયાદ કરી હતી, ત્યારે નેપાળના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેઓએ ભારતીય અધિકારીઓ સાથે વાત કરી હતી. હવે આવતા કેટલાક સપ્તાહમાં ભારતીય અને નેપાળી અધિકારીઓ આ સ્થાનને લગતી એક બેઠક કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP