સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલી હત્યાની ઘટનામાં ફરીવાર સુરતમાંથી આજે એક હત્યાનો ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વતનની જમીનના ભાગબટાઈમાં ચાલતા ઝઘડાની અદાવત રાખી જૂન, 2011માં સચિન જીઆઈડીસી લક્ષ્મીવીલા ટાઉનશીપ નજીક સગાકાકાની શાકભાજીના ચપ્પુથી પેટમાં ઘા મારી હત્યા કરનાર ભત્રીજાને પોલીસ દ્વારા મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યો છે. ક્રાઈમબ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં 10 વર્ષ બાદ ઝડપાયેલા હત્યારાએ કાકાની હત્યા કર્યા બાદ પોલીસની ધરપકડથી બચવા માટે દિલ્હી અને મુંબઈમાં રહેતો હોવાનું તેણે જણાવ્યું છે.
મળતી માહિતી મુજબ, પોલીસ કમિશનરે આગામી રથયાત્રા અનુસંધાને શહેરના રીઢા ગુનેગારો અને નાસતા ફરતા આરોપી, તડીપાર, માથાભારે ગુનેગારોને શોધી કાઢી અટકાયતી પગલા લઈ પરિણામલક્ષી કામગારી કરવા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત ક્રાઈમ બ્રાંચ દ્વારા એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ટીમો ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોને શોધવાના કામે લાગી હોવાનું સામે આવ્યું છે.
આ દરમિયાન, મળેલી બાતમીને આધારે 10 વર્ષ અગાઉ સચિન જીઆઈડીસી લક્ષ્મીવીલા ટાઉન શીપના ગેટ પાસે રાકેશ શુકલા નામના વ્યકિતની હત્યામાં સંડોવાયેલા આરોપી ઈશ્વરપ્રસાદ ઉર્ફે મુન્નુ અર્જુન શુકલાને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઈશ્વરપ્રસાદે જણાવ્યું હતું કે, તેની માતાનું સન 2007માં અવસાન નીપજ્યું હતું. તે વખતે મૃતક તેના કાકા રાકેશ શુકલા વતનમાં આવ્યા હતા. આ દરમિયાન, વતનની જમીનના ભાગબટાઈ વાત કરતા ઝઘડો થયો હતો. જે ઝઘડાની અદાવત રાખી ઈશ્વરપ્રસાદે કાકાની હત્યા કરવાનું નક્કી કરી લઈ હત્યા કરવાના ત્રણ દિવસ પહેલા ટ્રેનમાં બેસીને સુરત આવ્યો હોવાનું સમે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.