ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ પાસે આવી રહી છે. તેમ-તેમ ગુજરાતના રાજકીય પક્ષોમાં મોટા-મોટા ધડાકા થઇ રહ્યા છે. આ પરથી કોંગ્રેસની ડૂબતી નાવ સાવ ડૂબી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હજૂ નરેશ પટેલ(Naresh Patel) કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે પણ અનેક અટકળો તેજ બની છે. ત્યારે આ રાજકીય સમીકરણ વચ્ચે હાર્દિક પટેલ(Hardik Patel) કોંગ્રેસ(Congress)ને અલવિદા કહી રહ્યા હોય તેવુ લાગી રહ્યું છે. જ્યારે હવે PTI સાથે વાત કરતા હાર્દિક પટેલે સૌથી મોટા સંકેત આપ્યા હતા અને તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, કોંગ્રેસમાં મારી વારંવાર અવગણના થાય છે. મને કોંગ્રેસ પાર્ટીમાં હેરાન કરવામાં આવે છે, ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં.
નીખિલ સવાણીની સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકારણમાં ખળભળાટ:
હાર્દિક પટેલ 2-3 દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાત કોંગ્રેસ પર અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં પગરવ માંડશે તેવી અટકળોએ રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. ત્યારે આ બધાની વચ્ચે હાર્દિક પટેલના ખાસ દોસ્ત અને AAP નેતા નિખિલ સવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકીને હેતી વાતોને જાણે મહોર મારી હોય તેવું લાગી રહ્યું છે. AAP નેતા નિખિલ સવાણીએ લખ્યું છે કે, આગામી દિવસમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગવાની તૈયારી. આ પ્રકારના દાવાથી કહી શકાય કે, કોંગ્રેસને આગામી સમયમાં મોટો ફટકો પડી શકે છે.
મેં રાહુલ ગાંધીને પણ કરી હતી ફરિયાદ: હાર્દિક પટેલ
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પીટીઆઈને આપેલ નિવેદન પ્રમાણે ખી રહ્યા છે કે મને એટલો હેરાન કરવામાં આવે છે અને કોંગ્રેસમાં મારી વારંવાર અવગણના થાય છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં, મને વધુ દુઃખ ત્યારે થયું કે મેં રાહુલ ગાંધીને ઘણી વખત અંગે જણાવ્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
કોંગ્રેસના બે દિગ્ગજ નેતાએ પકડ્યું ઝાડું:
સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા ગણાતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ નેતા વશરામભાઈ સાગઠીયાએ આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. પંદર દિવસ પહેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાવાના હોવાની અફવા ફેલાઈ હતી અને કોંગ્રેસ દ્વારા બંને નેતાઓનો સંપર્ક કરીને સમજાવવામાં આવ્યા હતા.ઈન્દ્રનીલ ગઈકાલે દિલ્હીમાં હતા. તેઓ આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલને મળ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.