ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દારૂની મહેફિલમાં મસ્ત હતા ને પડી રેડ. જાણો પછી શું થયું ?

ગુજરાતના ગાંધીનગર શહેરમાં ચિલોડા વિસ્તારમાં આવેલા ફાર્મમાંથી દારૂની મહેફિલ માણતા 15 યુવક-યુવતીઓ ઝડપાયાં છે. દશેલાની સીમમાં માધવ ફાર્મમાં 5 યુવતી અને 10 યુવકો બર્થ ડે પાર્ટી માટે ભેગા થયાં હતાં. જોકે, સુમસાન વિસ્તારમાં દારૂના નશામાં બૂમો અને ચિચરારી પાડવું તેમને મોંઘુ પડી ગયું હતું, કોઈએ આ અંગે પોલીસને જાણ કરી દેતા ગાંધીનગર એલસીબીએ રેડ કરીને તમામને ઝડપી લીધાં હતાં. પોલીસે બે મર્સિડિઝ સહિત 6 કાર, દારૂની ચાર બોટલ અને 12 મોબાઈલ સહિત 1 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

માધવ ફાર્મના માલિક અને કુશલના પિતા જયેશ પટેલ:

મહેફિલમાં મસ્ત રહેલા તમામ યુવક-યુવતીઓ એન્જિનિયરિંગ તેમજ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ છે. જેઓ સ્મિતની જન્મદિવસની પાર્ટીમાં એકઠા થયા હતા. તેઓ જ્યાં મહેફિલ જમાવીને બેઠા હતા તે માધવ ફાર્મના માલિક કુશલના પિતા જયેશ પટેલ હતા. પોલીસે તમામ યુવક-યુવતીના મેડિકલ ટેસ્ટ કરાવ્યો છે. ત્યારબાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મહેફિલ માણતા ઝડપાયેલા યુવકોનાં નામ:

કુશલ જયેશભાઈ પટેલ, 22 વર્ષ, પટેલવાસ, માધવ બંગ્લોઝ,

ચાંદલોડિયા સ્મિત શૈલેષભાઈ ઉંધીય, 22 વર્ષ, વિનાયક પેટ્રોલપંપ પાસે, નારણપુરા

રાહુલ મોહનલાલ રાજગોર ,22 વર્ષ, સાલીન બંગ્લોઝ, થલતેજ

ધાર્મિક સુરેશભાઈ પટેલ, 22 વર્ષ, 83 વૈભવ બંગ્લોઝ, થલતેજ

હર્ષ નિલેષભાઈ કાઠોરી, 22 વર્ષ, 7- પ્રેરણાતીર્થ સેટેલાઈટ

હેત પરાગભાઈ શાહ, 22 વર્ષ, 10-ધરણીધર સોસાયટી, પાલડી

શેખર આશિષભાઈ કથુવા, 23 વર્ષ, શાંતિનિકેતન એપાર્ટમેન્ટ, મેમનગર

લવ અશોકભાઈ પટેલ, 20 વર્ષ, પંચરત્ન એપાર્ટમેન્ટ, વસ્ત્રાપુર

પ્રેમ કપુરચંદ ચંદેલ, 24 વર્ષ, એ-2 બાલચંદ્ર એપાર્ટમેન્ટ, વાસણા

નિગમ પ્રહલાદભાઈ ઠક્કર, 27 વર્ષ, મલયવીલા બંગ્લોઝ, સાયન્સ સિટી