Nishkalank Mahadev Temple: અરબી સમુદ્રમાં આવેલું એક અનોખું મંદિર એટલે ગુજરાતના ભાવનગરમાં કોળીયક પાસે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર છે. પરંપરાગત પ્રવાસીઓ કદાચ આ સ્થળ વિષે કદાચ વિશેષ માહિતી નહિ ધરાવતા(Nishkalank Mahadev Temple) હોય પણ આ મંદિર પૌરાણિક મહત્વ તેમજ કુદરતી સુંદરતા બંને દ્રષ્ટિએ અનેરું સ્થાન ધરાવી રહ્યા છે.
નિષ્કલંક મહાદેવના દર્શન કરવો એક લ્હાવો છે
શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અહીં દર્શનનો લાભ લઈ છે. મહત્વનું છે કે ભાદરવી અમાસે આ સ્થળે પ્રતિ વર્ષ શ્રાવણના અંતિમ દિવસે ભાદરવી લોક મેળો ભરાય છે. આ દિવસે સમુદ્ર સ્નાન કરવાનું અનેરું મહત્વ પણ હોઈ છે. આ દિવસે મંદિર પર ધજા રાજવી પરિવાર દ્વારા ચડાવવામાં આવી રહી છે. અમાસના દિવસે સમુદ્ર સ્નાન તેમ જ અસ્થિ પધરાવવાનું વિશેષ મહત્વ ધરાવે છે.
ભાવનગરથી 30 કિલોમીટર દૂર આવેલું કોળિયાક ગામ અને અહીં સમુદ્રમાં બિરાજમાન નિષ્કલંક મહાદેવના દર્શન કરવો એક લ્હાવો છે. આ શિવલિંગ પર દિવસમાં બે વખત સમુદ્રના જળથી જળાભિષેક કરવામાં આવે છે અને દિવસમાં બે વખત ઓટના સમયે લોકો અહીં દરિયામાં 1.5 KM ચાલીને દર્શન કરવા આવે છે. અહીં દરિયા કિનારે અનેક શિવ મંદિરો અને દેવીઓના મંદિર આવેલા છે જેમાં સૌથી પ્રાચીન મંદિર નિષ્કલંક મહાદેવનું મંદિર માનવામાં આવી રહ્યું છે.
નિષ્કલંક મહાદેવ તરીકે કેમ ઓળખાય છે?
નિષ્કલંક એટલે કે નિષ-કલંક. જ્યાં કોઈ જ કલંક નથી તે જગ્યા. આ મંદિરની કથા મહાભારતનાં સમયની હોવાનું માનવામાં આવે છે. અહીં મહાભારત યુગમાં પાંડવોએ સમુદ્ર મધ્ય શિવલિંગની સ્થાપના કરી અને સ્નાન કરવાથી નિષ્કલંક થયાની લોકવાયકા કહે છે. કુરુક્ષેત્રનાં યુદ્ધની પૂર્ણાહુતિ બાદ પાંડવો તેમના સેંકડો સબંધીઓના મૃત્યુ બદલ પોતાને અપરાધી માની રહ્યા હતા અને એમને શ્રીકૃષ્ણ પાસે માફી પણ માંગી હતી.
એ સમયે શ્રીકૃષ્ણએ એમને એક કાળી ધજા આપીને કહ્યું કે જ્યાં આ કાળી ધજા સફેદ થઈ જાય ત્યાં મહાદેવની તપસ્યા કરજો. પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા પાંડવો કોળીયક ભૂમિ પર આવી પંહોચ્યાં અને ત્યાં તપસ્યા કરી. અંતે શિવ એમના તપથી ખુશ થયા અને મહાદેવ પાંચ શિવલિંગ તરીકે ત્યાં પ્રગટ પણ થયા હતા. ત્યારે પાંચ શિવલિંગની સ્થાપના થઈ અને નિષ્કલંક મહાદેવ મંદિર અસ્તિત્વમાં આવ્યું. આજે આ શિવલિંગ નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે.
14 કલાક સુધી સમુદ્રના પાણીમાં ડૂબેલું રહે છે આ મંદિર
સમુદ્રની મધ્યે આવેલું હોવાથી નિષ્કલંક મહાદેવનાં દર્શન દરરોજ કોઈ ચોક્કસ સમય પૂરતાં જ મર્યાદિત બની જાય છે. દર્શનનો સમય સંપૂર્ણપણે ભરતી-ઓટ પર આધારિત હોય છે અને ભરતી-ઓટ હિન્દુ મહિનાઓની તિથી અનુસાર બદલાય છે. પૂનમ તેમજ અમાસે ભરતી તેમજ ઓટ સવિશેષ જોવા મળે છે. દિવસના 24 કલાકમાં લગભગ 14 કલાક આ મંદિર દરિયામાં રહે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube