નરેન્દ્ર મોદી સરકાર નો બીજો કાર્યકાળ શરૂ થતાની સાથે જ સરકાર એકશનમાં આવી ગઈ છે. નીતિ આયોગે વેચવા પાત્ર સરકારી સંપત્તિઓની યાદી તૈયાર કરી લીધી છે. નીતિ આયોગે આ માટે એનટીપીસી, સિમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ભારત અર્થ મૂવર્સ અને સેલ સહિતની સરકારી કંપનીઓની જમીન અને ઔદ્યોગિક પ્લાન્ટ્સ જેવી 50 સંપત્તિઓની ઓળખ કરાય છે. આ મામલે એક અધિકારીએ કહ્યું છે કે, ‘સમય આવતાની સાથે જ્યારે પણ જરૂર પડશે, ત્યારે અમે આ પ્રકારની નવી યાદી લાવીશું.
હાલમાં એનટીપીસી નો બંદરપુર પ્લાન્ટ બંધ છે અને તેની પાસે 400 એકર જમીન છે. આ યાદીમાં શેલ જેવી અન્ય સરકારી કંપનીઓના બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ પણ સામેલ છે.’ સરકારે નાણાકીય વર્ષ 2020 ના પ્રથમ બે મહિનામાં શેર વેચાણથી 2350 કરોડ એકત્રિત કર્યા છે. જ્યારે આ વર્ષે તેણે 90 હજાર કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. નાણાકીય વર્ષ 2019 માં કેન્દ્ર શેર વેચાણથી 84,972.16 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા, જ્યારે તેણે એ માટે ૮૦ હજાર કરોડનું લક્ષ્ય રાખ્યું હતું.
અગાઉ દીપમે ભારત પંપ એન્ડ કમ્પ્રેસર, પ્રોજેક્ટ એન્ડ ડેવલોપમેન્ટ ઇન્ડિયા લિમિટેડ, હિન્દુસ્તાન પ્રિફેબ, હિન્દુસ્તાન ન્યુઝપ્રિન્ટ, બ્રિજ એન્ડ રૂફ કંપની અને હિન્દુસ્તાન પ્લોરોકાર્બસ થી અલગ કરવામાં આવેલ કેટલીક સંપત્તિઓને વેચાણ માટે અલગ તારવી હતી. કેબિનેટએ ફેબ્રુઆરીમાં સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ મતલબ કે સરકારી કંપનીઓના નોન-કોર્પોરેટ સંસાધનોને વેચવાની મંજૂરી આપી દીધી હતી. સરકારે એર ઇન્ડિયા સહીત ૨૪ કંપનીઓને વેચીદેવાની મંજુરી આપી દિધી છે.
નીતિ આયોગ એ સરકારનું મુખ્ય સંશોધન કેન્દ્ર છે, આ આયોગનું કામ સરકારને રણનીતિ તૈયાર કરવામાં અને ભવિષ્યને લઈને યોજનાઓ બનાવવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારને યોગ્ય સંશોધન બાદ સલાહ આપે છે. નીતિ આયોગની સ્થાપના ૨૦૧૫ માં કરવામાં આવી. આ આયોગે યોજના આયોગ નું સ્થાન લીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.