હાલમાં ગુજરાતમાં વાવાઝૉડા ને કારણે ખેડૂતો પાયમાલ થઈ રહયા છે,ત્યારે ગુજરાતની રૂપાણી સરકાર ખેડૂતો ને દાઝયા પર ડામ દઇ રહી હોય તેવો ઘાટ ઘડાયો છે,કારણ કે ખેડૂતો ને તેમનો પાક વીમો આપવામા પણ દિવસે તારા બતાવી રહી છે,તો બીજી બાજુ ગુજરાતના મુખ્યમંત્રી માટે વિદેશમાં મુસાફરી કરવા માટે બે એન્જીન ધરાવતુ ‘Bombardier Challenger 650’ નામનું નવું વિમાન ખરીદયું છે, જે 2 અઠવાડિયામાં ગુજરાત સરકારને મળી જશે. તેને લગતી તમામ ઔપચારિકતાઓ સમાપ્ત થઇ ગઈ છે.
જાણવા મળતી માહીતી મુજબ, આ વિમાનની ખરીદી પાછળ એવો તર્ક રજૂ કરાયો છે કે જુના વિમાનની ઓછી રેન્જના કારણે CMએ બીજા દેશમાં સફર કરવા માટે પ્રાઇવેટ જેટ ભાડે લેવા પડતા હતા જેમનો ભાવ એક કલાકના 1 લાખ રૂપિયા અથવા તેથી પણ વધુ હતો. આ ઉપરાંત જુના વિમાનની ક્ષમતા 9 પ્રવાસીઓની હતી પણ હકીકતમાં ફક્ત 4 થી 5 પ્રવાસીઓ જ પ્રવાસ કરી શકતા કારણકે વિમાને સાથે વધારાનું બળતણ રાખવું પડતું હતું.
જો કે વિશેષતા ની વાત કરીએ તો આ વિમાન 12 મુસાફરોને લઇ જઈ શકશે. તેની ઉડવાની રેન્જ 7000 કિમી છે જે હાલ વપરાતા છેલ્લા 20 વર્ષથી વપરાતા ‘Beechcraft Super King’ કરતા ઘણી વધુ છે. ‘Beechcraft Super King’ ફક્ત 9 પ્રવાસીઓની મુસાફરી કરાવે છે. આ વિમાન 870 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. વારંવાર રિફ્યુઅલિંગના કારણે જુના વિમાનમાં અમદાવાદથી ગુવાહાટી જવા માટે 5 કલાકનો સમય જતો હતો જયારે નવા વિમાનમાં આ અંતર 2 કલાકમાં કાપી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.