આવો હેવાન શિક્ષક કોઈને ના મળે: સુરતમાં ધોરણ 11માં ભણતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ

Surat Criminal Teacher: સુરતમાં કતારગામ વિસ્તારમાં રહેતા અને ચોક બજાર વિસ્તારમાં આવેલી સ્કૂલમાં ડાન્સ શીખવતા શિક્ષકે સ્કુલમાં ધોરણ-11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યાની…

Surat Criminal Teacher: સુરતમાં કતારગામ વિસ્તારમાં રહેતા અને ચોક બજાર વિસ્તારમાં આવેલી સ્કૂલમાં ડાન્સ શીખવતા શિક્ષકે સ્કુલમાં ધોરણ-11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે. કિશોરીએ શિક્ષકની કરતુતત બાબતે તેના પરિવારને(Surat Criminal Teacher) જાણ કરતા આ અંગે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કતારગામમાં ડાન્સના શિક્ષકે ધોરણ-11 ની વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો
સુરતમાં વધુ એક વાર શિક્ષણ જગતને શરમમાં મૂકતો કિસ્સો અને શિક્ષકની ગરિમાને કલંકિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કતારગામમાં આવેલ પાર્થ કોમ્પલેક્ષની સામે રણછોડ નગર સોસાયટીમાં રહેતો સંજય વણકર ચોક બજારમાં આવેલી એક સ્કૂલમાં ડાન્સના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ દરમિયાન શાળામાં 16 વર્ષની એક કિશોરી અન્ય વિદ્યાર્થીનીઓની સાથે તેની પાસે ડાન્સ શીખવા આવતી હતી.

અવારનવાર કિશોરી ઉપર દુષ્કર્મ કરતો હતો
આ દરમિયાન નરાધમ શિક્ષણ સંજય વણકરે વિદ્યાર્થીની પર દાનત બગાડી હતી. કિશોરીને ડાન્સ શીખવવાના બહાને ક્લાસમાં બોલાવી અવારનવાર શારીરિક અડપલાં કર્યા બાદ કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. ફક્ત એટલું જ નહીં શિક્ષક સંજય વણકરે છેલ્લા છ મહિનાના સમયગાળા દરમિયાન અવારનવાર કિશોરી ઉપર દુષ્કર્મ ગુજારતો હતો.

ટીચર સંજયની ધરપકડ કરી
એક દિવસ તેને બાઈક ઉપર બેસાડીને પોતાના ઘરે લઈ ગયો હતો અને ઘરે લઈ જઈને કિશોરી પર દુષ્કર્મ ગુજાર્યો હતો. તેનો વિડીયો ઉતારી લીધો હતો. આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને લંપટ શિક્ષક સંજય વણકરે છેલ્લા છ મહિનાના સમયગાળા દરમિયાન અવારનવાર કિશોરી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. શિક્ષકની હેવાનિયત સતત વધતી જતાં આખરે કિશોરીએ સઘળી હકીકત તેના મા બાપને જણાવતા તેના પરિવારજનોએ શિક્ષક સંજય વણકર સામે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને સંજયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.