કોંગ્રેસ પ્રમુખ કે ભાજપ માટે વાપરેલા હરામ ખોર અને નાગા શબ્દો મુદ્દે ચૂંટણી પંચના આચાર સંહિતા જાળવણી વિભાગે સુઓમોટો ફરિયાદ કરી હતી જોકે તપાસ રિપોર્ટમાં આચારસંહિતાનો ભંગ થતો ન હોવાનું રિપોર્ટ જણાવવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે સુરત લોકસભા બેઠકની ચૂંટણીના પ્રચારનો પારો ગરમીની સાથે સાથે ઊંચે ચડી રહ્યો છે તેવામાં તાજપર માં ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સુરતમાં વાણીવિલાસ કર્યો હતો તેના બીજા જ દિવસે કોંગ્રેસના સુરત પ્રમુખ દ્વારા પોતાના ભાષણમાં હરામખોર અને નાગા શબ્દોનો પ્રયોગ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને કોંગ્રેસના નેતાઓ માટે હરામ જાદા શબ્દપ્રયોગ કર્યો હતો જે અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી સાથે સાથે કે કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા કોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી છે અને પોલીસ તપાસ માટે નિર્દેશ અપાયો છે ભાજપ પ્રમુખ દ્વારા કરાયેલી પણ એના પ્રત્યુત્તરમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા એ પણ પોતાના ભાષણમાં અસભ્ય શબ્દો નો ઉપયોગ કર્યો હતો પરંતુ આ બાબતે કોઈ પણ વ્યક્તિએ ચૂંટણીપંચના આચાર સંહિતા જાળવણી ભાગને ફરિયાદ કરી ન હતી જેથી ચૂંટણીપંચે જાતે સુઓમોટો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી જેમાં રિપોર્ટ બહાર આવતા આચારસંહિતાનો ભંગ થતો ન હોવાનું બહાર આવ્યું છે
માત્ર સુરત જ નહિ ગુજરાતભરમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ અભદ્ર ભાષાઓનો ઉપયોગ કરી રહ્યા છે અને દિવસે ને દિવસે રાજકારણનું સ્તર નીચે લઈ જઈ રહ્યા છે