હાલમાં કોરોનાની મહામારી વચ્ચે પ્રખ્યાત સિંગર નેહા કક્કરને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે. બોલિવૂડની ટોપ સિંગર નેહા કક્કરના લગ્નને લઇ ફરી એકવાર ચર્ચામાં ચાલી રહી છે. આની પહેલાં પણ એના લગ્નને લઇને ખુબ ચર્ચા થઇ ચુકી છે.
સિંગિંગ રિયાલીટી TV શો ઇન્ડિયન આઇડલના ગયા સીઝનમાં સતત એવી ચર્ચા ચાલી રહી હતી કે, નેહા કક્કર તથા આદિત્ય નારાયણ લગ્ન કરવા માટે જઇ રહ્યા છે. ત્યારબાદ જાણી જોઇને શો માટે આ વાતો ફેલાવવામાં આવી હતી. બન્નેની વચ્ચે એવું કઇ હતું જ નહીં.
આની પહેલા પણ નેહા કક્કર ખુબ લાંબા સમયથી અભિનેતા હિમાંશ કોહલીની સાથે પણ સંબંધમાં રહેલી છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે, બંને વચ્ચેની વાત લગ્ન સુધી પહોંચી ગઈ છે પણ ત્યારબાદ બંનેની વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું. આની સાથે જ સોશિયલ મીડિયામાં બંને એકબીજા પર આક્ષેપો કરતા જોવામાં આવ્યા હતા.
હવે ફરીવાર નેહા કક્કરના લગ્નને લઈ સમાચાર સામે આવી રહ્યા છે. આ વખતે એવું કહેવામાં આવી રહ્યું છે કે, નેહા કક્કરે નક્કી કર્યું છે કે તે લગ્ન કરશે. મળેલ જાણકારી પ્રમાણે સિંગર રોહનપ્રીત સિંહના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે, રોહનપ્રીત તથા નેહા આ મહિનાના અંત સુધીમાં લગ્ન કરી શકે છે.
બંને વચ્ચેની વાતચીત પણ ફાઇનલ થઇ ગઇ છે. રોહનપ્રીત સિંઘ ‘રાઇઝિંગ સ્ટાર’ સિંગિંગ રિયાલિટી શોમાં પ્રથમ રનર અપ રહ્યો છે. હાલમાં એ બિગ બોસ ફેમ શહેનાઝ ગિલ દ્વારા TV શો ‘મુઝસે શાદી કરોગે’માં પણ જોવાં મળ્યો હતો. શહનાઝ પણ રોહનને પસંદ કરી રહી હતી પણ હાલમાં કેટલાક મહિના પછી એવા રિપોર્ટ આવી રહ્યા છે કે, રોહને નેહાની પસંદગી કરી છે. આ દિવસોમાં પણ એ નેહાની સાથે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle