મધ્યપ્રદેશ બાદ હવે આ રાજ્ય માંથી પણ લુપ્ત થઇ જશે કોંગ્રેસ, ભાજપે કર્યો દાવો. જાણો વિગતે

મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. મધ્યપ્રદેશમાં ખુરશી માટે ઘમાસાણ જંગ લડાઈ રહી છે. કોંગ્રેસની સરકાર ગમે ત્યારે ધરાસાયી થાય તેવી પરિસ્થિતિઓ ઉભી થઈ છે. મધ્ય પ્રેદશમાં છેલ્લા શ્વાસ લઈ રહેલી કોંગ્રેસ પાર્ટીનું સરકારનું કહેવું છે કે, અન્ય રાજ્યમાં અમારી સરકારને કોઈ જ ખતરો નથી. ત્યાં બીજા રાજ્યમાંથી પણ કોંગ્રેસ માટે માઠા સમાચાર મળી રહ્યાં છે.

કૉંગ્રેસના ત્રણ ડઝન અસંતુષ્ટ ધારાસભ્ય અમારા સંપર્કમાં: ભાજપ

મળતી માહિતી પ્રમાણે, મધ્ય પ્રદેશની માકફ રાજસ્થાનમાં પણ સિનિયર-જુનિયરના મતભેદ ચરમસીમાએ પહોંચી ગયા છે. અઆ રાજ્ય છે રાજસ્થાન. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને નાયબ-મુખ્યમંત્રી સચિન પાયલટની વચ્ચે વિધાનસભા ચૂંટણીમાં જીત બાદથી જ કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મતભેદ રહ્યા છે. હવે ભારતીય જનતા પાર્ટીના રાજસ્થાન એકમ સાથે જોડાયેલા સૂત્રોએ નવો દાવો કરી સૌને ચોંકાવી દીધા છે.

ભાજપના આ નેતાએ દાવો કર્યો છે કે, અહીં પણ કૉંગ્રેસના ત્રણ ડઝન અસંતુષ્ટ ધારાસભ્ય અમારા સંપર્કમાં છે. બીજેપીના સૂત્રોના દાવા પર ભરોસો કરવામાં આવે તો મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી કમલનાથની જેમ જ રાજસ્થાનમાં પણ મુખ્યમંત્રી અશોક ગહલોતની સરકાર ખતરામાં છે.

કોંગ્રેસે આ બે બેઠકો માટે સંભવિત નામો તૈયાર કરી દીધા

આગામી 26 માર્ચે રાજસ્થાનમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાવવાની છે. હાલની સ્થિતિ પ્રમાણે કોંગ્રેસના ભાગમાં બે બેઠકો આવી શકે છે. કોંગ્રેસે આ બે બેઠકો માટે સંભવિત નામો તૈયાર કરી દીધા છે, જેમાં તારિક અનવર અને રાજીવ અરોડાનુ નામ સામેલ છે. આ નામો ગેહલોતના ખાસ માનવામાં આવે છે.

સચિન પાયલટે અશોક ગેહલોત સરકાર પર નિશાન સાંધ્યું

સચિન પાયલટે અશોક ગેહલોત સરકાર પર નિશાનો સાધતા કહ્યું હતું કે, મને લાગે છે કે, આ અંગે અમારી પ્રતિક્રિયા વધુ દયાળુ અને સંવેદનશીલ હોઈ શકતી હતી. 13 મહિના સુધી સત્તામાં રહ્યા બાદ મને લાગે છે કે અગાઉની સરકારના ખરાબ કામોને દોષ આપવાથી સમસ્યાનું સમાધાન મળવાનું નથી. જવાબદારી નક્કી થવી જોઈએ. જણાવી દઈએ કે, ગેહલોત સરકારે કોટાની જેકે લોન હોસ્પિટલમાં બાળકોના મોતના મામલાને હેન્ડલિંગ કરવાને લઈને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પાયલટ કૉંગ્રેસ હાઇકમાન્ડને ગહલોતની ફરિયાદ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ મુખ્યમંત્રી અશોક ગહલોતથી નારાજ છે. પાયલટ કૉંગ્રેસ હાઇકમાન્ડને ગહલોતની ફરિયાદ પણ કરી ચૂક્યા છે. નાયબ-મુખ્યમંત્રી ઉપરાંત તેમના પક્ષના ધારાસભ્ય પણ અશોક ગહલોતથી નારાજ હોવાનું ચર્ચાય છે. તાજેતરમાં જ વિધાનસભામાં પણ પાયલટ કેમ્પના અનેક ધારાસભ્ય ગહલોત સરકાર પર સવાલ ઊઠાવી ચૂક્યા છે. વિધાનસભા ચૂંટણી બાદ અશોક ગહલોતને રાજસ્થાનની કમાન સોંપ્યા બાદ જ પાયલટ અને તેમની વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન, બીજેપીના સૂત્રોએ રાજસ્થાન કૉંગ્રેસના ત્રણ ડઝન અસંતુષ્ટ ધારાસભ્યો બીજેપીના સંપર્કમાં હોવાનો દાવો કરી દીધો છે. જેથી હવે રાજસ્થાનમાં પણ કંઈ નવા જુની થવાની શક્યતા સેવાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *