ખેડૂતો માટે એક સ્પેશ્યલ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે જેના ઉપર ખેડૂતોને ખેતી માટેના અત્યાધુનિક સાધન, સરંજામો અને વાહનો રેન્ટ ઉપર મળશે. ટ્રેક્ટર, થ્રેસર વગેરે જેવા મોંઘા મોંઘા વાહનો ખેડૂત ઓનલાઈન બુક કરાવીને ભાડેથી મેળવી શકશે.
1.21 લાખ ખેડૂતોએ આ એપ ડાઉનલોડ કરી
એપ્લીકેશન 12 ભાષામાં છે
ભાડે આપવા માટે 2.5 લાખ ખેતીના કામમાં વપરાતા ઉપરકરણો સરકારે વસાવ્યા
ખેડૂતો માટે કેન્દ્ર કૃષિમંત્રી તોમરે એક ‘CHC ફાર્મ મશીનરી’ મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ એપથી ખેડૂતો ઘેર બેઠા ખેતીના સાધનો ભાડેથી મંગાવી શકશે. ઓલા ઉબેરની જેમ જ ટ્રેક્ટર અને બીજા સાધનો પણ રેન્ટ ઉપર મળશે વળી તેના ઉપર સબસીડી પણ મળી શકશે.
હવે ખેડૂતો પોતાના ખેતરમાં વાપરી શકશે અત્યાધુનિક ઓજારો
ખેતીને આધુનિક બનાવવા માટે હવે ખેડૂતો મોંઘા કૃષિ ઉપકરણ ભાડે મેળવી શકશે. મોબાઈલ એપ્લિકેશનથી ખેડૂતો ખેતીના ઓજારો મંગાવી શકશે. ‘CHC ફાર્મ મશીનરી’ મોબાઈલ એપ પરથી 50 કીમી સુધીના અંતરમાં સાધનો હશે તે મળશે.
શું છે એપ્લીકેશનમાં મહત્વની વાતો
એપ્લીકેશન 12 ભાષામાં છે. આ એપ્લિકેશનમાં હિન્દી, અંગ્રેજી, ઉર્દુ સહિતની પ્રાદેશિક ભાષાઓનો સમાવેશ થાય છે. દેશભરમાં 35 હજાર કસ્ટમ હાયરિંગ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. આ 35 હજાસ કસ્ટમ હાયરિંગ સેન્ટર ઉપરથી ભાડે આપવા માટે 2.5 લાખ ખેતીના કામમાં વપરાતા ઉપરકરણો સરકારે વસાવ્યા છે.
કેવી રીતે મેળવશો એપ
ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉન કરી શકો છો. જેમાં તમે એપ ડાઉનલોડ કરીને પોતાની ભાષા સિલેક્ટ કરીને તમારી જરૂરિયાત મુજબના સાધન ભાડેથી મંગાવી શકો છે. અત્યાર સુધીમાં 1.21 લાખ ખેડૂતોએ આ એપ ડાઉનલોડ કરી છે.
કૃષિમંત્રાલય ખેતીનું મશીનીકરણ કરવા માંગે છે
2016થી 2019 સુધીમાં દેશમાં સરકાર દ્વારા 29,54,484 મશીનોનું વિતરણ કરી ચૂકી છે. સરકાર મશીનની બેંક બનાવવા માંગે છે અને ખેડૂતોને મશીનરી ઉપર 40 ટકાની સબસીડી આપી રહી છે. સબસીડી માટે કસ્ટમ હાયરિંગ સેન્ટર ઉપર જવાનું રહેશે. અને ઓનલાઈન પણ મશીનરી સબસીડી માટે એપ્લાય કરી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.