અમદાવાદ(ગુજરાત): અમદાવાદીઓ માટે એક ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. વાસણા પોલીસે એક એવી ગેંગ પકડી છે કે, જે પોતાની ગેંગમાં સામેલ યુવતીઓને રિક્ષામાં બેસાડી મુસાફરો પર લૂંટ ચલાવતા હતા. એક યુવતી, એક સગીરા સહિત પાંચ આરોપીઓની વાસણા પોલીસે અટકાયત કરીને 33 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
વાસણા પોલીસ પાસેથી જાણવા મળ્યું છે કે, આ ગેંગે અમદાવાદ અને ગાંધીનગરમાં વધારે લુંટ કરી હતી. આ ગેંગના સભ્યોમાંનો એક આરોપી મહિનાઓ સુધી રિક્ષા ચલાવતો હતો. સાથે ગેંગની એક યુવતી અને સગીરાને તૈયાર કરી પેસેન્જરનાં સ્વાંગમાં તેની જ રીક્ષામાં બેસાડતો હતો. આ યુવતીને જોઈને મુસાફરો વિશ્વાસ કરી લેતા અને રિક્ષામાં બેસી જતા હતા. પણ પછી આ ગેંગ વિશ્વાસઘાત કરી અંધારામાં કે અવાવરું જગ્યાએ લઈ જઈ રિક્ષામાં બેઠલા મુસાફરને લૂંટી લેતા હતા. પોલીસે સાહિલ ઇમ્તીયાઝ શેખ, જયેશ ઉર્ફે રમેશ વાઘેલા, ભાવેશ ઉર્ફે ભાવો ભરત બાબુજી, પ્રિયંકા ઉર્ફે પ્રિયા ભરત દંતાણી, સગીરા ની ધડપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, આરોપી રિક્ષા ચાલક છે. જેને કારણે આ યુવતી અનેક સમયથી તેની પેસેન્જર હતી. જેથી બંને વચ્ચે વધુ સબંધ કેળવાય ગયા હતા. યુવતીની સગીરા મિત્ર અને રિક્ષાચાલકનો મિત્ર એમ 5 લોકોએ મળીને લૂંટ કરવાનું નક્કી કર્યું હતું. હાલ તો આરોપીઓને પોલીસે રિમાન્ડ ન મળતા જેલ ભેગા કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.