નોકરીથી ઘરે ભૂલથી પણ ન જતા મોડા નહિ તો તમારી સાથે પણ થઇ શકે છે આવું…

પતિ પત્નીના ઝઘડાના મોટેભાગે પત્ની પતિના મારનો ભોગ બનતી હોય છે. પરંતુ વાસણામાં બનેલા બનાવમાં નોકરી પરથી મોડા ઘરે આવતા પતિને રાત્રે કેમ મોડા ઘરે આવો છો કહીને પતિના માથામાં લાકડી ફટકારતા લોહીલુહાણ હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવો પડયો હતો. જ્યારે વસ્ત્રાપુરમાં ત્રાસ આપતા પતિ વિરૃધ્ધ ફરિયાદ કરતા પોલીસે પતિને ઝડપી લીધો હતો. જોકે જામીન પર છુટેલા પતિએ ઓફિસેથી ઘરે જતી પત્નીનો પીછો કરીને તને શાંતિથી જીવવી નહી દઉં કહીને ધમકી આપી હતી.

એવું તે શું બન્યું કે માર મારવો પડ્યો ?

પ્રથમ બનાવની વિગત મુજબ વાસણામાં કેશવાણીનગરમાં રહેતો ગૌતમ એસ.પરમાર(૨૦) માનવમંદીર પાસે પેટોર્લપંપ પર કામ કરે છે. તેના પરિવારમાં પત્ની ઈલાબહેન અને સાત વર્ષનો દિકરો છે. ઈલા નાની નાની વાતોમાં પતિ સાથે ઝઘડો કરતી રહેતી હતી. કેશવાણીનગરમાં રહેતી ગૌતમની બહેન તેમના ઘરે આવે ત્યારે પણ ઈલા જેમ ફાવે તેમ બોલીને અમારા ઘરે આવવાનું નહી કહીને ઝઘડો કરતી હતી. રિસાઈને નજીકમાં જ તેના પિયરમાં જતી રહેતી પત્નીને ગૌતમ સમજાવીને પરત ઘરે લાવતો હતોદરમિયાન ગૌતમ નોકરી પરથી રાત્રે ઘરે આવીને જમવા બેઠો હતો ત્યારે ઈલાએ ઘરે કેમ મોડા આવો છો એમ કહીને ઝઘડો કર્યો હતો.

પત્ની બની રણચંડી

ગૌતમે નોકરીનો સમય  એ રીતનો છે માટે મોડુ થાય છે એમ કહેતા ઈલા રણચંડી બની હતી. તેણે ઘરમાં પડેલી લાકડી ઉપાડીને પતિના માથામાં ફટકારી દેતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. વધુ મારથી બચવા માટે ગૌતમ દોડીને પડોશમાં રહેતી બહેનના ઘરે જતો રહ્યો હતો. બાદમાં ગૌતમને તેની બહેન અને બનેવી સારવાર અર્થે વી.એસ.હોસ્પિટલ લઈ ગયા હતા. આ અંગે ગૌતમે પત્ની વિરૃધ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બીજા બનાવમાં ઉલટુ થઈ ગયું

અન્ય બનાવમાં ગુજરાત વિદ્યાપીઠમાં નોકરી કરતા અને વસ્ત્રાપુરમાં રહેતા શીતલબહેનના લગ્ન ગાંધી આશ્મ સ્થિત બાપુ સ્મૃતિકુંજ સોસાયટીમાં રહેતા નરેશ કે.રાવત સાથે થયા હતા. લગ્ન બાદ પતિ અને સાસરીયાઓના ત્રાસને કારણે શીતલબહેને ફેબુ્રઆરી ૨૦૧૯માં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તે જામીન પર છુટયો હતો. જોકે શીતલબહેન ઓફિસેથી ઘરે જાય ત્યારે પતિએ તેમને અટકાવીને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું. ૫ ઓક્ટોબરના રોજ શીતલબહેન નોકરી પુરી કરીને એક્ટીવા પર જઈ રહ્યા હતા ત્યારે ગુરૃકુળ પાસે તેમને અટકાવીને પતિએ તને શાંતિથી નહી જીવવા દઉ કહીને ઝપાઝપી કરીને ગાળો બોલી હતી.આથી શીતલબહેન મોબાઈલમાં ફોટો પાડવા જતા પતિએ માબાઈલ ઝુંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. બુમાબુમ થતા પતિ બાઈક પર ભાગી ગયો હતો. આ અંગે શીતલબહેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *