પુલવામામાં CRPF જવાનો પર હુમલા બાદ દેશભરમાં રોષની લાગણી વ્યાપી ગઇ છે. છેલ્લા ચાર પાંચ દિવસથી લગાતાર મીડિયા એ જ વાત દેખાડી રહ્યું છે કે પાકિસ્તાનમાં ભારતના વેપારીઓએ શાકભાજી, આપવાનું બંધ કર્યું એટલે પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે. ત્યાંના લોકો હોબાળો કરી રહ્યા છે વગેરે વગેરે.
પરંતુ આપણે ભારતીયો એ ક્યારેય એ સત્ય છે કે નહિ તે ચકાસણી કરવા પ્રયત્ન કર્યો? હા એક વાત ચોક્કસ છે કે કેટલાય વેપારીઓ અને ખેડૂતોએ પાકિસ્તાનમાં પોતાનો સામાન મોકલવાનું બંધ કરી દીધું છે. પાકિસ્તાનમાં નિકાસ કરવામાં આવતી વસ્તું પરની કસ્ટમ ડ્યુટીમાં 200 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ભારતના ખેડૂતોએ પોતાની પેદાશો પાકિસ્તાન મોકવાની ચોખ્ખી ના કહી દીધી છે. મધ્યપ્રદેશના ખેડૂતોએ પોતાના ટામેટા પાકિસ્તાનમાં મોકલવાની સ્પસ્ટ ના કહેતા જણાવ્યું હતું કે અમારા ટામેટા સડી જાય તો ચાલસે પણ પાકિસ્તાન તો નહીં જ મોકલીયે. પરંતુ આ પગલાં ને લીધે પાકિસ્તાનને હજુ કોઈ ફર્ક પડ્યો નથી.
ભારતીય મીડિયા જે રીતે પાકિસ્તાન વિરોધી આક્રમક પ્રસારણ કરીને દેશમાં કોના ઇશારે આટલો રોષ ઉભો કરી રહી છે, તેનું કારણ અકબંધ છે. એક વાત સ્પષ્ટ છે કે પાકિસ્તાન સાથે કોઈપણ કાળે ભારત યુદ્ધ કરી શકે નહીં. કારણ કે બંને દેશ પાસે અણુબૉમ્બ છે જેનો ઉપયોગ કરવા માટે કોઈ દેશ વિચારી પણ ન શકે યુદ્ધ બાદ ઉભી થતી પરિસ્થિતિ વિશે બંને દેશની સરકારો વિચારતી જ હોય છે પરંતુ દેશની જનતાને આ વાતથી અજાણ રાખીને પોતપોતાના રાજકીય સ્વાર્થ સિદ્ધ કરવા માટે યુદ્ધ ની મોટી ગુલબાંગો મારી રહ્યા હોય છે.
હાલમાં જ ત્રિશુલ ન્યૂઝ ની ટીમ દ્વારા પાકિસ્તાની પત્રકાર અને રહીશોનો સંપર્ક કરવામાં આવ્યો, જેમાં ભારતીય મીડિયા દ્વારા જે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે તે પ્રમાણે ની પરિસ્થિતિ પાકિસ્તાનમાં છે જ નહીં તેવો ઘટસ્ફોટ થયો. પાકિસ્તાનમાં હાલની તારીખે ટામેટા બટાકા વગેરે સામાન્ય ભાવથી જ મળી રહ્યા છે. અમુક મીડિયા હાઉસ શા માટે આટલું ભડકાઉ પ્રસારણ કરીને દેશના લોકોમાં રાષ્ટ્રીયતાનો ખોટો હાઉ ઊભો કરી રહ્યા તે એક મોટો પ્રશ્ન છે. અહીં એ નાં ભૂલવું જોઈએ કે પાકિસ્તાન સૌથી વધુ ડુંગળી અને ખાંડ આપણા દેશને જ એક્સપોર્ટ કરે છે.
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી શોખ ખાતર અડધી રાત્રે પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફને મળવા નહોતા ગયા, તેઓ પણ રાજનૈતિક રીતે જાણે જ છે કે પાડોશી દેશ સાથે વેર ભાવ ક્યારેય રખાતું નથી. ભલે પછી સત્તા મેળવવા માટે દુશમની ની કે લાલ આંખની વાત કરી હોય. યુદ્ધ પછી બન્ને દેશ ને ઘણું ગુમાવવા પડતું હોય છે જે નરેન્દ્ર મોદી સારી રીતે જાણે જ છે , હવે આ વાત દેશવાસીઓ સમજે ત્યારે જ સાચી રાષ્ટ્રીયતા આવશે.