ગુજરાતમાં ચરમસીમાએ પહોચ્યો નશાનો કાળો કારોબાર- ભરૂચમાં 12.06 લાખનું MD ડ્રગ્સ સાથે દંપતીની ધરપકડ

Couple arrested with MD drugs worth 12.06 lakhs in Bharuch: હાલ ગુજરાત રાજ્યમાં દારૂની સાથે સાથે ડ્રગ્સ પણ પકડવામાં આવે છે. હાલ ભરૂચની SOG પોલીસની ટીમે પોતાને મળેલી માહિતીને આધરે માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી) ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો હતો. તેની કિમત રૂ. 12.06 લાખ જેટલી છે.આ મુદ્દામાલ સાથે એક પુરૂષ તથા એક મહીલા આરોપીને પકડવામાં આવી છે. તેમાં એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી દેવામાં આવ્યો છે.(Couple arrested with MD drugs worth 12.06 lakhs in Bharuch) અને તેને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

ભરૂચ જિલ્લા ACP મયુર ચાવડાએ દરેક પોલીસ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો હતો. જેના આધારે એસઓજી પીઆઈ એ.વી.પાણમીયા તથા પીઆઈ એ.એ.ચૌધરીએ પોતાની ટીમ કામગીરીમાં હતી. તે દરમિયાન માહિતીના આધારે કાનુગાવાડ બાવરી, કતોપોર બજારમાં રહેતા આરોપી મો.સલીમ ઉર્ફે જીન્ડો ગુલામનબી શેખ તથા સબીનાબાનુ ગેરકાયદેસર નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી) ડ્રગ્સનો જથ્થો ભરીને વડોદરા તરફથી ભરૂચ તરફ આવી રહ્યા છે.

માહિતીના આધારે પોલીસે NH 48 પર વોચ ગોઠવી અસુરીયા પાટિયા નબીપુર નજીકથી એક કારને ઝડપી પાડી કારમાંથી માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી) કુલ-14 ગ્રામ 71 મીલીગ્રામ કિ.રૂ.1,47,100 ,સોનાના દાગીના તથા લગડી મળી કુલ કિ.રૂ.4,64, 020, રોકડા રૂપિયા 55,800,એક મોબાઈલ કી. રૂ.40, 000 અને એક ફોરવ્હીલર કાર મળીને કુલ રૂ.12, 06,920 નો મુદ્દામાલ કબ્જે કરીને મોહમદ અતીક રહે. ચોક બજાર,સુરતનાને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *