હાલમાં કોરોનાની વેશ્વિક મહામારી ચાલી રહી છે. આ મહામારીને કારણે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ મહામારીને અટકાવવા માટે 2 બાબતોનું પાલન કરવું આવશ્યક છે. પ્રથમ તો માસ્ક પહેરવું તથા બીજું એ કે બે વ્યક્તિઓની વચ્ચે સામાજિક અંતર જાળવી રાખવું. આને લીધે હાલમાં ઓનલાઈન મારફતે શિક્ષણ તેમજ અગત્યની મીટીંગો ચાલી રહી છે.
હાલમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને ઓસ્ટ્રેલિયામાં બધાં જ પ્રકારનાં ચૂંટણી પ્રચાર વર્ચ્યુઅલી રીતે થઈ રહ્યાં છે. લોકલ કાઉન્સિલની ચૂંટણીમાં રસપ્રદ બાબત તો એ રહેલી છે કે, કોરોના મહામારીને લીધે માત્ર પોસ્ટલ બેલેટથી જ ચૂંટણી યોજવામાં આવશે.
ઓસ્ટ્રેલિયામાં આવેલ વિક્ટોરીયા રાજ્યની લોકલ કાઉન્સિલની ચૂંટણીમાં કુલ 3 ગુજરાતીઓએ ઝંપલાવ્યું છે. મૂળ ગુજરાતના તેમજ વિંધમ સિટીમાં સ્થાયી થયેલ ઉત્સાહી તથા ગુજરાતી સમાજમાં પ્રતિષ્ઠિત કેતન પટેલ, કપિલ ઠક્કર તથા ઘનશ્યામ રામાણી ચૂંટણી લડી રહ્યા છે તથા તમામ NRI લોકો આ યુવાનોની સાથે છે.
આ 3 યુવાનોએ ઓસ્ટ્રેલિયાનાં રાજકારણમાં પગ માંડ્યા છે એ ગુજરાતની માટે ગૌરવની વાત છે. જો લોકલ કાઉન્સિલમાં ગુજરાતીઓ બાજી મારશે તો એક સારી શરૂઆત ગણાશે તેમજ ભવિષ્યમાં ગુજરાતી સમાજની માટે ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટના દરવાજા ખુલશે તથા ગુજરાતીઓને ફાયદો થશે.
ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં પોસ્ટલ બેલેટનું વિતરણ કરવામાં અવશે. 23 ઓક્ટોબરનાં રોન બધાં જ મતદારોનું ભાવિ પોસ્ટલ બેલેટમાં સીલ થઈ જશે. 3 નવેમ્બરે લોકલ ઈલેક્શનનું પરિણામ જાહેર કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયામાં સ્થાનિક સ્તરે નીતિવિષયક નિર્ણયો લેવામાં લોકલ કાઉન્સિલની ભૂમિકા અગત્યની હોય છે. આમ, ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ ઉક્તિ સાર્થક બની રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle