રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે જમ્મૂ-કશ્મીરમાં તૈનાત સુરક્ષાબળોને 300 સેટેલાઇટ ફોનની વ્યવસ્થા કરી આપી છે. જેથી ઘાટીમાં તૈનાત સુરક્ષાબળો તેમના પરિવાર અને મિત્રોનો સંપર્ક કરી શકે છે, આ વાતને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, જમ્મૂ-કશ્મીરમાં સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખીને મોબાઇલ ફોન-ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યાં છે.
છેલ્લા કેટલાક દિવસોથી જમ્મૂ કશ્મીરમાં ધારા 144 લાગૂ છે. 40 હજાર કરતાં વધારે સુરક્ષા બળોને તૈનાત કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનિય છે કે, આર્તીકલ 370 નાબૂદ કરવાથી અને રાજ્યના પુનર્ગઠનનો કાયદો પાસ કરવાથી ઘાટીનું વાતાવરણ બગડવાની આશંકા છે. આ દરમિયાન કોઇપણ પ્રકારની અફવા ફેલાતી રોક્વા માટે સરકારે ટીવી-કેબલ, મોબાઇલ નેટવર્ક, ઇન્ટરનેટની સુવિધા બંધ કરી દીધી છે.
પરિવારની થઈ રહી હતી ચિંતા.
શ્રીનગરમાં તૈનાત એક જવાને સેટેલાઇટ ફોન આપવા પર ખુશી વ્યક્ત કરી છે. તેણે જણાવ્યું કે, તેમને તેમના પરિવારની ચિંતા થતી હતી. મને કઈં ખબર જ પડતી નહોંતી કે, મારા ઘરે શું ચાલી રહ્યું છે. દિવસમાં ઓછામાં ઓછી એક વાત કરવા માટે મોબાઇલ ફોન એક સરળ રસ્તો હતો. પરંતુ અત્યારે હું ડ્યૂટી પર છું. હું આશા રાખું છું કે, બહુ જલદી અહીં બધુ થાળે પડી જશે અને હું ઘરે જઈ સકીશ.
NSA અજિત ડોભાલ છેલ્લા ત્રણ દિવસથી ઘાટીમાં જ છે. તેઓ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ દરમિયાન તેમને સુરક્ષાબળોની મુશ્કેલી વિશે ખબર પડી. ઉપરાંત ઘાટીમાં બધા જ પ્રકારનાં સરકારી કામકાજ ચાલુ રહે એ માટે પહેલાંથી જ 1000 સેટેલાઇટ ફોન ઓફિસરોને પહેલાંથી જ આપવામાં આવ્યા હતા.