સુરતના તમામ ફ્લાયઓવર બ્રિજ 14 અને 15 જાન્યુઆરીએ ટુ વ્હીલર માટે રહેશે બંધ- નિયમ ભંગ બદલ કાર્યવાહીનો આદેશ

Surat Flyover Bridge: ઉત્તરાયણનો તહેવાર હવે ખુબ નજીક આવી રહ્યો છે. ત્યારે સૌ કોઈ ઉત્તરાયણના તહેવારને ઉજવવાની તૈયારી કરી રહ્યું છે. તે સમયમાં ઉત્તરાયણના તહેવાર…

Surat Flyover Bridge: ઉત્તરાયણનો તહેવાર હવે ખુબ નજીક આવી રહ્યો છે. ત્યારે સૌ કોઈ ઉત્તરાયણના તહેવારને ઉજવવાની તૈયારી કરી રહ્યું છે. તે સમયમાં ઉત્તરાયણના તહેવાર પર અકસ્માતના બનાવમાં વધારો થાય છે.ત્યારે આ અકસ્માત બંધ કરવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યું છે. 2 દિવસ સુરતના ફ્લાય ઓવરબ્રીજ( Surat Flyover Bridge ) પર ટુ વ્હીલરને નો એન્ટ્રીનો નિર્ણય લેવામાં આવ્યો છે,જેથી અકસ્માતના બનાવો ન બને તે હિતાર્થે નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

કાતિલ દોરીને લઈને વાહનચાલકોને અકસ્માતો નડે છે
સુરત પોલીસ કમિશનર દ્વારા ઉતરાયણને લઈને જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યું છે. પતંગની દોરીથી થતા અકસ્માત રોકવાનો આ એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મકરસંક્રાતિ નિમિત્તે સુરતના આકાશમાં મોટાપાયે પતંગો ઉડતા હોય છે આવી સ્થિતિમાં પતંગની કાતિલ દોરીને લઈને વાહનચાલકોને અકસ્માતો નડતા હોય છે. ત્યારે તારીખ 14 અને 15 જાન્યુઆરીએ ફ્લાયઓવર બ્રિજ પર જવા પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. જેથી અકસ્માતના બનાવો ન બને.

સળીયા લગાવેલ વાહનોને પ્રતિબંધમાંથી છૂટ
તાપી નદીના ઓવરબ્રિજ સિવાયના બીજા બધા ઓવરબ્રિજ પર ટુ વ્હીલરના વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યું છે. વધુમાં સેફટી ગાર્ડ લગાવેલા ટુવ્હીલર પર કોઈ પ્રતિબંધ મુકવામાં આવ્યું નથી અને જો આ જાહેરનામાના ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.

પતંગના ધારદાર દોરાના કારણે બનતી અકસ્માતની ઘટના અટકાવવા પ્રયાસ
લોકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં લઈ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર ગણવામાં આવશે. પતંગના ધારદાર દોરાના કારણે ઘણા અકસ્માતોને બની રહ્યા છે. જે અકસ્માતો નિવારવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા આ નિર્ણય કરવામાં આવી રહ્યો છે જે ને લોકો આવકારી પણ રહ્યા છે.