વન સાઈડ પ્રેમમાં પાગલ યુવકે યુવતીની સગાઈ અટકાવવા માટે ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને યુવતીના ભાવિ મંગેતરને મેસેજ કર્યા હતા. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે યુવકની ધરપકડ કરી હતી.યુવતીને બદનામ કરીને સગાઈ અટકાવવા તેણે આ કૃત્ય કર્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું.
કેસમાં સાઈબર ક્રાઈમે સૈજપુર બોધામાં રહેતા અને એન્જીનીયરીંગનો અભ્યાસ કરતા અર્પિતકુમાર જે.રાવલ(૨૦)ની ધરપકડ કરીને તેનો મોબાઈલ કબજે કર્યો હતો. અર્પિતના મામા વિરમગામમાં હીરપુરામાં રહેતા હોવાથી તે અવારનવાર તેમના ઘરે જતો હતો. દરમિયાન હીરપુરા ખાતે આવતી એક યુવતી સાથે તેની ઓળખાણ થઈ હતી. અવારનવાર મળવાનું થતા તેમની વચ્ચે મિત્રતા થઈ હતી. જોકે અર્પિત તેને પ્રેમ કરવા લાગ્યો હતો.
આ દરમિયાન યુવતીની અન્ય કોઈ યુવક સાથે સગાઈની વાત ચાલી રહી હતી. અર્પિતને આ બાબતની જાણ થતા તેણે યુવતીની સગાઈ અટકાવવા માટે ઈન્સ્ટાગ્રામ પર ફેક પ્રોફાઈલ બનાવ્યું હતું. બાદમાં તેણે યુવતીના ભાવિ મંગેતરને મેસેજ કરીને યુવતીને ખોટી રીતે બદનામ કરી હતી. આથી યુવતીએ સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.