મોદી સરકારમાં કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રતાપ ચંદ્ર સારંગીએ ચૂંટણી ફોર્મમાં વિગતો આપ્યા અનુસાર તેમની વિરુદ્ધ આપરાધિક ધમકી, હુલ્લડ, ધર્મના આધારે વિભિન્ન સમૂહો વચ્ચે દુશ્મની વધારવાના આરોપો તેમજ બળજબરીથી વસુલી કરવાના આરોપો સાથે આ કેસ પોલીસ ચોપડે નોંધાયેલા છે.
દેશની રાજધાની દિલ્હીમાં 30મી તારીખે નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળના શપથ સમારોહમાં ઓરિસ્સામાં પોતાની ઝૂપડી માંથી નીકળતા અશક્ત દેખાવા વાળા અને ઈમાનદાર માનવામાં આવી રહેલા એક ૬૪ વર્ષીય વ્યક્તિના ફોટો દેશના મીડિયા હાઉસોમાં અને સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. અને સાથે એક સ્ટોરી પણ જોડવામાં આવી રહી હતી. જેમાં તેઓને ઓરિસ્સાના મોદી તરીકેનું બિરુદ આપવામાં આવ્યું હતું.
આ તસવીરો ઓરિસ્સાના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી ની છે. જેમના વિશે કહેવામાં આવે છે કે તેઓ આજે પણ ક્યાંય પણ જવા માટે પોતાનું પ્રાઇવેટ વાહન ઉપયોગ કરતા નથી, પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટ નો જ ઉપયોગ કરે છે. તેઓ બાલાસોર થી ભાજપની ટિકિટ ઉપર લોકસભા ચૂંટણી જીત્યા છે અને હવે તેઓ નરેન્દ્ર મોદી સરકારમાં બે મંત્રાલયમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે.
સુક્ષ્મ, લઘુ અને મધ્યમ પરિશ્રમ મંત્રાલય તેમજ ડેરી અને મત્સ્યપાલન વિભાગમાં તેમને કેન્દ્રીય રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ આ બાબતે તેમની પ્રશંસા કરી છે એટલું જ નહીં વર્ષ પત્રકારોએ પણ તેમની જીવન શૈલી રહેણીકરણી અને સાદગી ને વખાણી છે. ઉલ્લેખનીય છે કે, પ્રતાપ સારંગી એ પોતાનો ચૂંટણીપ્રચાર પણ સાઇકલ થી જ કર્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે પ્રતાપ સારંગીને ઓરિસ્સાના મોદી તરીકે ઓળખવામાં આવે છે.
તેમના ચૂંટણીના એફિડેવિટમાં આપેલી જાણકારી અનુસાર તેમની પાસે માત્ર ૧૫ હજાર રૂપિયા રોકડા છે. તેમની ચલ સંપત્તિ દોઢ લાખ રૂપિયા અને અચલ સંપત્તિ કુલ ૧૫ લાખ રૂપિયાની છે. જ્યારે ૨૦૧૯ ના લોકસભા ચૂંટણી દરમિયાન અન્ય ઉમેદવારોની સરેરાશ સંપત્તિ લગભગ ચાર કરોડ રૂપિયા હતી.
સારંગી ના એફિડેવિટ થી એ પણ માલૂમ પડે છે કે તેમને વિરુદ્ધ સાત અપરાધિક મામલાઓ ચાલી રહ્યા છે. જેમાં તેમના વિરૂદ્ધ આપરાધિક ધમકી, હુલ્લડ, ધર્મના નામે વિભિન્ન સમાજો વચ્ચે દુશ્મની વધારવાનું કામ અને જબરદસ્તીથી વસૂલી કરવાના પણ આરોપો લગાવવામાં આવ્યા છે. આમાંથી મોટાભાગનાા કેેેસ ઓરિસ્સામાં ભાજપ અને બીજો જનતાદળના ગઠબંધનથી બનેલી સરકારના સમયગાળા દરમિયાન જ નોંધવામાં આવ્યા છે.
માર્ચ ૨૦૦૨ની એક ઘટનામાં જ્યારે સારંગી આરએસએસ સાથે જોડાયેલા હતા , ત્યારે ઉગ્ર હિંદુત્વવાદી સંગઠન બજરંગ દળના રાષ્ટ્રિય અધ્યક્ષ હતા. ત્યારે તેઓ ને ઓરિસ્સા પોલીસે હુલ્લડ આગજની હુમલો કરો અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપમાં ધરપકડ પણ કરી હતી. જે સરકારી સંપત્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તે ઓરિસ્સા વિધાનસભાની જ ઇમારત હતી આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ઓરિસ્સા વિધાનસભાની આ ઈમારત પર વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની અને સારંગી ના નેતૃત્વમાં બજરંગદળ જેવા સંગઠનોએ ત્રિશૂલ અને લાકડીઓથી સજ્જ 500 લોકોના ટોળાએ ભેગા મળીને કરવામાં આવ્યો હતો. આ ભીડ ની માંગ હતી કે અયોધ્યા માં વિવાદિત ભૂમિ પર રામ મંદિર બનાવવા માટે તેમને જમીન સોંપી દેવામાં આવે.
જાન્યુઆરી 1999માં પણ ઓરિસ્સામાં બજરંગદળના પ્રમુખ સારંગી જ હતા. આરોપ છે કે ત્યારે એક ઓસ્ટ્રેલિયાઈ મિશનરી ગ્રાહમ સ્ટેન્સ અને તેમના ૧૧ અને ૭ વર્ષના બે દીકરાઓ ને બજરંગ દળ થી જોડાયેલા એક સમૂહે જીવતા સળગાવી દીધા હતા.
ઓરિસ્સામાં વધી રહેલા ખ્રિસ્તીઓની વસતી બાબતે સારંગ એ ચિંતા પણ વ્યક્ત કરી હતી. સાથે સાથે તેમણે ઈશાએ મિશનરીઓ ઉપર આરોપ પણ લગાવ્યો હતો કે તેઓ બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે સારંગે સાંસદ બન્યા તે પહેલા ઓરિસ્સાના નીલગીરી વિધાનસભા થી ૨૦૦૪ અને ૨૦૦૯ માં ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ પહેલા 2014માં લોકસભા ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.