આ મહિલાને હાથમાં 12 અને પગમાં 20 આંગળીઓ છે, ગામ લોકો મહિલાને…

દુનિયામાં ઘણા લોકો એવા હોય છે જેને શરીરમાં કોઈને કોઈ ખામી હોય છે, તેના કારણે લોકો તેની અવગણના કરતા હોય છે. જેમ કે કોઈની ઉચાઇ ખુબ નાની હોય, જેથી તેને લોકો બાથીયો-બાઠીયો કરીને ખીજવતા હોય છે. ભારતના ઓડીસામાં પણ એક એવી મહિલા જે જેને એક અજીબ શરીરમાં ફેરફાર થયેલો આવ્યો છે. જેના કારણે ગામ લોકો તેનાથી ખુબ ડરે છે.

ઓડિશાના ગંજમ જિલ્લાના કડાપાડા ગામની આ વાત છે. ગામમાં રહેતી નાયક કુમારીને લોકો ડાયન કહીને તેમને ખીજવતા રહે છે. આ મહિલાની ઉમર 63 વર્ષની છે. ગામવાસીઓથી બચવા માટે તેણે પોતાનું સમગ્ર જીવન ઘરની ચાર દિવાલો વચ્ચે ગાળ્યુ. તેની સાથે આવી વર્તણૂંક એટલા માટે કરવામાં આવે છે કારણ કે તેના હાથમાં 12 અને પગમાં 20 આંગળીઓ છે. ડોક્ટરોનું કહેવું છે કે આવું આનુવંશિક ગરબડના કારણે થયું છે.

પોતાની હાલતથી પરેશાન કુમારીએ જણાવ્યું કે, હું આવી જ જન્મી હતી. અમે ગરીબ હતાં તેથી તેની કોઇ સારવાર ન કરાવી શક્યાં. મારી પાડોશમાં રહેતાં લોકો માને છે કે હું ડાયન છું એટલે તેઓ મારાથી દૂર રહે છે. લોકોની નફરતભરી નજરોથી બચવા માટે કુમારી ઘરમાં જ ભરાઇ રહે છે.

અંધવિશ્વાસથી વધુ મુશ્કેલી

કુમારીના એક પાડોશીએ જણાવ્યું કે, આ એક નાનકડુ ગામ છે અને અહીંના લોકો અંધવિશ્વાસી છે તેથી તેની સાથે લોકો ડાયન જેવી વર્તણુંક કરે થે. આ તેની બિમારી છે જેના માટે તે કંઇ કરી શકે તેમ નથી. તે એટલી ગરીબ છે કે સારવારનો ખર્ચ પણ કાઢી શકે તેમ નથી.

સર્જિકલ સ્પેશિયાલિસ્ટનું કહેવું છે કે હાથમાં એક કે બે વધારાની આંગળી હોવી સાધારણ છે પરંતુ બંને હાથ અને પગના પંજામાં 29 આંગળીઓ-અંગૂઠા હોવા હકીકતમાં દુર્લભ છે. આ પોલીડેક્ટાઇલીનો કેસ છે જેમાં જન્મથી એક્સ્ટ્રા આંગળી હોય છે. આવું આપણા જીન્સમાં પરિવર્તનના કારણે થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *